લોકોનો આક્રોશ:મોરબીના વનાળિયામાં 12 દી’થી પાણી નહીં મળતા લોકો બોરનું ખારું પાણી પીવા મજબૂર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણીના પોકાર કરતી મહિલાઓ - Divya Bhaskar
પાણીના પોકાર કરતી મહિલાઓ
  • 30 વર્ષ જૂની લાઈન અવાર નવાર તૂટી જતાં રહેવાસીઓ ભરઉનાળે તરસ્યા રહે છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર પાણીના પોકાર ઉઠયા લાગે છે ત્યારે જો વાત કરીએ તો મોરબી તાલુકાના વનાળિયા ગામની તો આ ગામે છેલ્લા બાર દિવસથી લોકોના ઘરે પાણીનું એક ટીપું આવ્યું નથી જેથી લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી અને લાઈન તૂટી ગઈ છે, લાઇનનું રીપેરીંગ કામ ચાલુ છે વિગેરે વિગેરે સરકારી જવાબ મળતા હોય છે પરંતુ પાણી લોકોના ઘર સુધી પહોંચે તેના માટે નક્કર કામગીરી આજ સુધી કરવામાં આવી નથી તે વાસ્તવિકતા છે.

મોરબી તાલુકાના વનાળીયા ગામમાં છેલ્લા 12 દિવસથી પીવાના માટે ગ્રામજનો તરફડી રહ્યા છે ગામમાંથી નીકળતી પાણીની લાઈન અવાર નવાર લીકેજ થઇ જતી હોવાથી ગ્રામજનોને પાણી મળી રહ્યું નથી જેના કારણે તેઓ બોરનું ખારું પાણી પીવા મજબુર બન્યા છે. મહિલાઓ પણ ગામથી દુર આવેલ ફેક્ટરીમાંથી ઘર વપરાશનું પાણી લેવા મજબુર બન્યા છે મહીલાઓને વહેલી સવારે રસોઈ,ઘરની સફાઈ,કપડા વાસણ સહીતની તમામ કામગીરી માટે પાણીની ખુબ જરૂર હોય પાણી વિના તેઓની કામગીરી કરવી મુશ્કેલ બની જાય છે.

ઘરમાં જેટલું પાણી આવે છે તેનો કરકસરથી ઉપયોગ કરવા છતાં તેઓને મુશ્કેલી પડી રહી છે પીવાનું પણ શુદ્ધ પાણી ન મળતું હોવાથી વર્ષો જુના બોરનું પાણી પીવા મજબુર બન્યા છે બોરનું પાણી ખારું હોવાથી ગ્રામજનોમાં બીમારી ફેલાવવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવે છે.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા 12 દિવસથી પાણી ન આવતા તેઓની હાલત કફોળી બની છે તેમના ગામમાં પીવાનું પાણી જે પાઈપ લાઈનથી આવે છે તે છેલા 30 વર્ષ જૂની છે અને હવે જર્જરિત થઇ ચુકી છે જેના કારણે આ લાઈન અવારનવાર તૂટી જતી હોય છે અને પાણી વેડફાઈ જાય છે તો બીજી તરફ લોકોને પીવાના પાણી વિના તરફડવું રહ્યા છે.

છેલ્લા દસ પંદર દિવસથી ગામ સુધી પાણી પહોંચાડવા માટે પથરવામાં આવેલ પાણીની લાઈનને ચેક કરવામાં આવી રહી છે જો કે, ફોલ્ટ મળી રહ્યો નથી અને આ લાઇન ૩૦ વર્ષ કરતાં વધુ જૂની હોવાથી ગામ માટે નવી પાણીની લાઇન આપવામાં આવે તેવી પણ અધિકારીઓને લેખિત તથા મૌખીક રજૂઆત કરવામાં આવી હોવાનું ગામના સરપંચ અબ્દુલ સુમરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...