કાર્યવાહી:મોરબીમાં જાહેરમાં કચરો ફેંકતા 2 હોટેલ સંચાલક સહિત 3 સામે દંડનીય કાર્યવાહી

મોરબી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના ઉપપ્રમુખ,ચીફ ઓફિસરના સરપ્રાઈઝ ચેકિંગમાં થયો ભાંડાફોડ

મોરબી શહેરમાં આવેલા સમય ગેટ પાસે આવેલા વોંકળામાં લોકો જાહેરમાં કચરો ફેકતા હોય છે.જેના કારણે વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ થઇ જતો હોવાથી મોડી રાત્રે પાલિકા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ દ્વારા મોડી રાતે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આ ચેકિંગ દરમીયાન કેટલાક શખ્સ કેરેટમાં જાહેરમાં કચરો ફેંકતા હોવાથી પાલિકા દ્વારા આ શખ્સને ઝડપી લેવાયા હતા અને તપાસ કરતા આ શખ્સો ટીપટોપ રેસ્ટોરન્ટ, પટેલ રાજા પાઉંભાજી તેમજ મારવાડી પાઉંભાજી એમ અલગ અલગ હોટેલ અને નાસ્તા એમ ત્રણ મિલકતના મિલકત ધારકોને 5000 થી વધુનો દંડ ફટકાર્યા હતો.

આ અંગે મોરબીના ચીફ ઓફિસર સંદિપ સિંહ ઝાલાના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા જાહેરમાં લોકો કચરો ન ફેંકે તે માટે અગાઉ જાહેર વિજ્ઞપ્તિ જારી કરી તેમને કચરો ન ફેંકવા અપીલ કરવામાં આવી હતી.તેમ છતાં ઘણા લોકો જાહેરમાં કચરો ફેકતા હોવાથી પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આ મિલ્કત ધારકોનો સ્ટાફ જાહેરમાં કચરો ફેંકતા હોવાનું સામે આવતાં મિલકત ધારકોને દંડ ફટકાર્યો હતો.

એક વાર કચરો ફેંકો તો દંડ, અને બીજી વાર ઝડપાયા તો ફોજદારી થશે
પાલિકા દ્વારા આગામી દિવસમાં શનાળા રોડ પર આવેલી હોટલ અને નાસ્તાની લારી સહિતના મિલકત ધારકોની રજૂઆતને ધ્યાને લઇ રાત્રીના પણ ત્રણ ટ્રેકટર મૂકવામાં આવશે. અને રાત્રીના કચરા કલેકશન શરૂ કરવામાં આવશે.

આ ઉપરાંત આ કામગીરી દ્વારા કચરાનું કલેક્શન કરવા છતાં પણ જો હોટેલ સંચાલક દ્વારા કચરો ફેંકવામાં આવશે તો આકરો દંડ ફટકારવામાં આવશે, અને એક વાર દંડ ફટકારવામાં આવ્યા બાદ જો ફરીથી કચરો ફેંકાશે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે મિલકત સીલ કરવાની અને ફૂડ લાયન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પાલિકાની ડોર ટૂ ડોર વાહન આવે ત્યારે તેમાં જ આપવા અને જાહેર જગ્યામાં કચરો ન ફેકવા અપીલ કરીએ છીએે. > સંદિપસિંહ ઝાલા, ચીફ ઓફીસર, મોરબી

અન્ય સમાચારો પણ છે...