દૂધ ઉત્પાદકને ફાયદો:મયૂર ડેરી પ્રતિ કિલો ફેટ રૂપિયા 15 વધુ આપશે

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 23 હજાર દૂધ ઉત્પાદકને ફાયદો

મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. (મયુર ડેરી)દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે અને આ ભાવ વધારાનો અમલ આજથી જ કરી દેવામાં આવ્યો છે. હવેથી દૂધ ઉત્પાદકોને પ્રતિકિલો ફેટના રૂ. 740 મળશે જે અગાઉ 725 મળતા હતા.

હાલ ઉનાળાની સિઝનમાં દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવ મળી રહે તેવા હેતુ સાથે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(મયુર ડેરી) દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 15નો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી દૂધ સંઘ 725 રૂપિયા ચૂકવતુ હતું જે રૂપિયા 15ના વધારા સાથે 740 રૂપિયા ચુકવશે અને આ ભાવ વધારો આજ થી જ અમલી પણ કરી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી સાથે જિલ્લાની 295થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. સાથે જ મોરબી દુધ સંઘ દ્વારા દરરોજ ૧.૪૦ લાખ લીટર દૂધ એકઠું કરે છે. તેમજ ૨૩ હજારથી વધુ દૂધ ઉત્પાદકો મોરબી દૂધ સંઘ સાથે જોડાયેલા છે.

હાલની પરિસ્થિતિ જોતા દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. જેથી આ ભાવ વધારો સીધો જ દૂધ ઉત્પાદન કરતા પશુપાલકો માટે ફાયદાકારક નીવડશે.તેમ દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...