તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી:મોરબીમાં વેપારીએ 73 લાખ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 5 વ્યાજખોરે બળજબરીથી નાણાં પડાવવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

મોરબીના કોલસાના વેપારીએ વ્યાજે લીધેલા નાણાં ચૂંકવી દીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરતાં હોવાનો બનાવ બહાર આવ્યો છે. મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામપાર્ક-1 બ્લોક નંબર 58માં રહેતા મૂળ ટંકારાના ગજડી ગામના વતની અને કોલસાનો વેપાર કરતા મગનભાઈ રામભાઈ સોઢીયાએ વેપારીએ વર્ષ 2017માં ભરતભાઇ સોઢીયા પાસેથી રૂ.15 લાખ પાંચ ટકે રૂ.25 લાખ સાત ટકે, કરણદાન ગઢવી પાસેથી વર્ષ 2017-18માં રૂ.20 લાખ દસ ટકે, મનીષભાઈ જગદીશભાઈ પાસેથી રૂ.15 લાખ પંદર ટકે અને કિશનભાઈ રામાણી પાસેથી રૂ.8 લાખ 5 ટકે લીધા હતા.

આ પાંચેય આરોપીઓ પાસેથી ઉંચા વ્યાજદરે નાણા લીધા બાદ વ્યાજ તથા મુદ્દલની રકમ ચૂકવી દીધી હતી.તેમ છતાં આરોપીઓ ફરિયાદી પાસેથી વધુ નાણા પડવવા વ્યાજનું પણ વ્યાજ ચડાવીને પઠાણી ઉઘરાણી કરી હતી.જેમાં ગત તા.29 ના રોજ આરોપીઓએ ફોન પર ધમકી આપી તેમના ઘરે ગયા હતા અને ફરિયાદીના પત્ની પાસેથી વ્યાજની રકમ આપી દેવા દબાણ કરી પઠાણી ઉઘરાણી કરી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ ભરતભાઇ સોઢીયા, મગનભાઈ સોઢીયા, કરણદાન ગઢવી, મનીષભાઈ જગદીશભાઈ, કિશનભાઈ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો