માર્ગ-મકાન વિભાગની ઊંઘ ઉડી ખરી:શનાળા બાયપાસથી ત્રાજપર માર્ગનું પેચવર્ક કામ શરૂ

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉબડખાબડ રસ્તાનો ત્રાસ સહન કરતા લોકોને ખાડામાંથી મુક્તિ મળશે

મોરબી શહેરના મુખ્ય માર્ગ એવા ત્રાજપર ચોકડીથી ઉમિયા સર્કલ સુધીના રોડ પર અનેક વિસ્તારોમાં મસમોટા ગાબડા પડી ગયા છે.જેના કારણે રસ્તા પર ડામર ઓછો અને ખાડાનો અનુભવ થઇ રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો જાણે ગ્રામ્ય વિસ્તારોના ગાડા માર્ગ હોય તેવા બની જતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા

ત્યારે જાણે માર્ગ મકાન વિભાગને લોકો પર દયા આવી હોય તેમ માર્ગોના પેચવર્કની કામગીરી શરૂ કરી છે અને શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા રોડ માટીના બદલે ડામરથી ખાડા બુરવાની કામગીરીના શ્રી ગણેશ કર્યા હતા.બુધવારે મોડી રાત્રે માર્ગ મકાન વિભાગે નવા બસ સ્ટેશનથી ચેક ઉમિયા સર્કલ સુધી તેમજ હળવદ રોડ પર ડામરથી પેચવર્કની કામગીરી હાથ ધરી હતી.

મોરબી શહેરના મુખ્ય માર્ગ એવા શનાળા બાયપાસથી ત્રાજપર સુધીન માર્ગ પર પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવતા મોરબી વાસીઓને ઉબડ ખાબડ રસ્તામાંથી રાહત મળશે તેવી શહેરીજનો આશા સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...