રોજ રોજનું ટોર્ચર સહન ના કરી શકી:મોરબીમાં બ્યુટી પાર્લરનું કામ નહિ કરવા બાબતે બોલાચાલી બાદ પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના જબલપુર ગામની રહેવાસી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ પરિણીતાને મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

ટંકારાના હડમતીયા ગામના રહેવાસી કમળાબેન ભીખાભાઈ સીણોજીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની દીકરી સુમિતાને આરોપી સાસુ દુર્ગાબેન ભુદરભાઈ ભાલોડીયા, સસરા ભુદરભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા અને પતિ જયદીપ ભુદરભાઈએ ત્રાસ આપતા આપઘાત કર્યો હતો જેમાં આરોપી સાસુ દુર્ગાબેન અને સસરા ભુદરભાઈ ઘરમાં પાણીની મોટરથી પાણી ચડાવવા બાબતે લાઈટ બીલ વધુ આવે છે અને ઘરકામ બાબતે મ્હેણાં ટોણા મારી ત્રાસ આપતા હતા અને આરોપી પતિ જયદીપ મૃતક સુમિતાબેનને આંખના નંબર હોય જેથી માથાનો દુખાવો થતો હોય અને દવાખાને લઇ જવાનું કહેવા છતાં દવાખાને લઇ જતો ના હોય અને ધ્યાન ના આપી તેની સાથે ચશ્માં પહેરવા બાબતે તેમજ બ્યુટી પાર્લરનું કામ નહિ કરવા બાબતે બોલાચાલી કરી માનસિક દુખ ત્રાસ આપતો હતો જેથી સુમિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

ટંકારા પોલીસે આરોપી દુગાબેન ભુદરભાઈ ભાલોડીયા, ભુદરભાઈ રૂગનાથભાઈ ભાલોડીયા અને જયદીપ ભુદરભાઈ રહે બધા જબલપુર તા. ટંકારા વાળા વિરુદ્ધ પરિણીતાને મરવા મજબુર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

અન્ય સમાચારો પણ છે...