• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Parasotam Seeks To Give Ticket To Sabaria From Halvad Seat; If The Voice Of Chumwaliya Society Is Not Heard, The Fear Of Suffering The Consequences

કોળી ઠાકોર સમાજ મેદાને:હળવદ બેઠક પરથી પરસોતમ સાબરીયાને ટિકિટ આપવા માગ; ચુંવાળીયા સમાજનો અવાજ નહીં સંભળાય તો, પરિણામ ભોગવવાની ચીમકી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ ટિકિટની પારાયણ વધુને વધુ ઉગ્ર બની રહી છે. મોરબી જિલ્લામાં યોજાનાર વિધાનસભા ચુંટણી પૂર્વે હળવદ-ધ્રાંગધ્રાની બેઠક પર હાલના ધારાસભ્ય પરસોતમ સાબરીયાને ટિકિટ આપવા માગ કરી છે. સાથે જ સમાજનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે પત્રકાર પરિષદ કરી અને સમાજને અન્યાય થશે તો, પરિણામ ભોગવવાની ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી છે.

મોરબી સમાજ બોડીંગ ખાતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશ બાંભણીયાએ સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, કોળી સમાજનું હળવદ અને વાંકાનેરમાં સારું એવું મતદાન છે. જેથી કોળી સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માગ કરી છે. જેમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ. જે પક્ષ ટિકિટ આપશે, કોળી સમાજ તેની સાથે રહેશે.

હળવદમાં 90 હજારનું કોળી સમાજનું મતદાન છે. જ્યાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા ગત ચુંટણીમાં 35,000થી વધુની લીડથી વિજેતા બન્યા હતા. તો, વાંકાનેર બેઠક પર પણ 85 હજારથી વધુનું કોળી સમાજનું મતદાન છે. જેથી હળવદ બેઠક પર પરસોતમ સાબરીયાને ટિકિટ આપવા માગ કરી છે અને કોળી સમાજને ટિકિટ નહીં આપવામાં આવે તો, જડબાતોડ જવાબ મળશે તેવી ગર્ભિત ચેતવણી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...