તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી પાલિકાના વાહન વિભાગનું એક ટ્રેકટર મોરબી શહેરના મહેન્દ્રનગર ગામથી મોરબી શહેર તરફ આવતું હતું. જેનો વિડીયો શૉશ્યલ મીડિયામાં જાહેર થયો હતો. આ ટ્રેક્ટરની ખાસિયત એ હતી કે તેના ટ્રોલીના એક પણ વ્હીલમાં હવા ન હોવા છતાં આડેધડ ચલાવતો હતો.અને પાછળ આવતા અન્ય વાહનો માટે પણ જોખમી બનતા લોકો પણ તેનાથી બચતા જોવા મળતા હતા. આ દરમિયાન બાઈક સવાર જાગૃત યુવાનોએ ટ્રેક્ટર રોકાવી કોનું ટ્રેક્ટર છે.
અને ક્યાં લઈ જાઓ છો તેવું પૂછતાં તેને પાલિકાનું ટ્રેકટર હોય અને રીપેર માટે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. બાઇક સવારે પાછળ હવા નથી તેમ છતાં ચલાવો છો, કોઈને ઇજા થાય તો? તેમ પૂછતાં કોઈને નહિ લાગે... તેમ જણાવી બેજવાબદારી પૂર્વક ટ્રેકટર લઈને નીકળી ગયો હતો.પાલિકા કર્મી જ પોતે આ રીતે બેદરકારી પૂર્વક ટ્રેકટર લઈને નીકળે એ કેટલું વ્યાજબી છે? ખરેખર આ ટ્રેકટર કોઈ નિર્દોષ વાહન ચાલકને હડફેટે લે તો જવાબદારી કોની?
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.