તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરિયાળો પ્રયાસ:મોરબીના જેતપર અને કલાણામાં સ્થપાશે ઓક્સિજન પાર્ક

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાર્કમાં ઉછેરાશે ઔષધિય વૃક્ષો અને તેનું જતન કરાશે - Divya Bhaskar
પાર્કમાં ઉછેરાશે ઔષધિય વૃક્ષો અને તેનું જતન કરાશે
  • મોરબીના જેતપરમાં 1000 વૃક્ષ અને કલાણામાં 500 વૃક્ષનું વાવેતર કરી જતન કરાશે

મોરબી જિલ્લામાં કોરોનાની મહામારીમાં ઓક્સિજનની ખૂબ તંગી સર્જાઇ હતી, જેને લઇને હવે લોકોમાં વૃક્ષોના વાવેતર માટે જાગૃતિ આવી છે. ટંકારા અને હળવદ તાલુકા બાદ મોરબી તાલુકાના યુવાનો તથા વનવિભાગ ઓક્સિજન પાર્ક બનાવવા માટે આગળ આવ્યા છે. મોરબીના જેતપર ગામના યુવાનો તથા વનવિભાગ દ્વારા ઓક્સિજન પાર્ક બનાવવાનો નિર્ણય લેવાયો છે જેનુ નામ યુવા ઓક્સિજન પાર્ક રાખ્યું છે જેમાં ગામના તળાવની પાળે વડ, પીપળ, ઉમરા, લીમડા અને ગરમાળા સહિતના એક હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

આ માટેનો સમગ્ર ખર્ચ ગામના યુવાનો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો જ્યારે રોપાઓ અને માર્ગદર્શન વનવિભાગ દ્વારા અપાયો હતો આ પ્રસંગે બલરામગીરી, પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશ સ્વામી, દિવ્ય પ્રકાશ સ્વામી, આર.એફ.ઓ એન.પી. રોજાસરા, વન રક્ષક કૌશલ હેરમા તથા નિતીન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચોમાસામાં હજુ પણ વધુ વૃક્ષો વાવીને ઉછેર કરવાનો જેતપર ગામના યુવાનોએ સંકલ્પ કર્યો છે.

મોરબીના આરએફઓ એન.પી.રોજાસરાએ જણાવ્યુ કે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે વિવિધ સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ અને જે તે ગામના લોકોની મદદથી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર તથા ઉછેર કરવાનો નિર્ધાર કરાયો છે આ માટે નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ પણ ખૂબ ઉત્સાહિત છે આ અંગે અમને માર્ગદર્શન આપી રહ્યા છે

કલાણા: કલાણા ગ્રામ પંચાયત અને વન વિભાગની સહિયારી જહેમતથી કલાણા ગામે સ્મશાનમાં ઓક્સિજન પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી અને 500 વૃક્ષનું વાવેતર પણ કર્યું હતું. હાલ મહામારીનામાં ઓક્સિજનની કિંમત વધી છે, તેમાંયે અમુક વૃક્ષોનું છેદન કરવામાં આવી રહ્યું છે. તેમના લીધે કુદરતી ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે. લોકોને ઓક્સિજનની કિંમત સમજાઇ રહી છે.

ગ્રામ પંચાયતની મદદથી વૃક્ષારોપણ કામગીરી વેગવંતી.
ગ્રામ પંચાયતની મદદથી વૃક્ષારોપણ કામગીરી વેગવંતી.

કલાણાની ગ્રામપંચાયતના સરપંચ પરસોત્તમભાઈ તેમજ તલાટી મંત્રી જનકભાઇ ચાવડા તેમજ સદસ્યો દ્વારા ગામનાં સુખાકારી માટે તાત્કાલીક નિર્ણય કરીને ગામની શોભા એવા સ્મશાનમાં વૃક્ષો વાવવાનું નક્કી કરીને વન વિભાગનો સંપર્ક કરતા વન વિભાગના આરએફઓ દ્વારા તાત્કાલિક 500 વૃક્ષોની વ્યવસ્થા કરી આપીને પાટણવાવ પીએસઆઇ રાણાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જેમાં કોરોનાકાલ માં જે લોકોએ કોરોના વોરિયર્સ તરીકે સેવા આપેલ તેમના નામે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું. આરએફઓઅે જણાવ્યું કે કલાણા ગામની જેમ તાલુકાના બીજા ગામો પ્રેરણા લઈ વૃક્ષોનું વાવેતર કરે જેથી પર્યાવરણનું જતન થાય. કાર્યક્રમ માં પીએસઆઇ રાણા , તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ સેરઠીયા, સરપંચ, ઉપસરપંચ, સભ્યઓ, સહકારી મંડળીના પ્રમુખ અશ્વિનભાઈ,સેવાસમજના પ્રમુખ સવદાસભાઈ તથા વગેર ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...