તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:મોરબીની બે ખાનગી કોવિડ હોસ્પિટલમાં વધુ 85 બેડની મંજૂરી છતાં ઓક્સિજન બેડની ઘટ યથાવત્

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિવિલમાં તબીબની ઘટ નિવારવા અન્ય જિલ્લામાંથી બોલાવવા આયોજન

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે ખાસ કરીને એવા દર્દીઓની સંખ્યા વધુ આવી રહી છે જેમને પલ્સ રેટ ડાઉન થઈ જતા શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે આવા દર્દીઓને ઓક્સિજન માસ્ક લગાવી સિલિન્ડરથી ઓક્સિજન આપવો પડે છે. આ દર્દીઓની સંખ્યા વધતા હવે ઓક્સિજન બેડની સંખ્યા ઘટતા હવે દર્દીઓને રાજકોટ રીફર કરવા પડી રહ્યા છે. જો કે રાજકોટમાં પણ બેડની સ્થિતિ પણ ખરાબ હોવાથી અમદાવાદ કે અન્ય જિલ્લામાં મોકલવા પડી રહ્યા છે.

મોરબીમાં બેડની ઘટ નિવારવા ખાનગી હોસ્પિટલને પણ મંજૂરી આપવામાં આવી રહી છે. આજે જિલ્લામાં વધુ 2 ખાનગી હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશિયલ હોસ્પિટલમાં 55 નવા બેડ તેમજ આયુષમાં 30 બેડ એમ કુલ 95 બેડની હોસ્પિટલને મંજૂરી મળી છે. ક્રિષ્ના હોસ્પિટલમાં અગાઉ 40 બેડ કાર્યરત હોવાથી ખાનગી હોસ્પિટલમાં 135 બેડ જ્યારે 100 બેડ સિવિલમાં કાર્યરત હોવાથી કુલ બેડની કેપેસિટી 235 થઈ ચૂકી છે.

બીજી તરફ મોરબી સિવિલમાં તબીબ અને નર્સિંગ સ્ટાફની અછતની ફરિયાદ વધતા હવે અન્ય જિલ્લામાંથી તબીબ મોરબીમાં લાવવા તેમજ નિવૃત્ત થયેલ તબીબની સેવા લઈ તબીબની ઘટ્ટ નિવારવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ધોરાજી સિવિલમાં ફરી 70 બેડનું કોવિડ સેન્ટર શરૂ
ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસનું સંક્રમણ વધતાં રાજ્ય સરકાર દ્વારા ફરીથી 70 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ. કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહેતાં તંત્રએ આ નિર્ણય લીધો હતો. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોરોનાંનો કહેર વધતા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રહેલું કોવીડ સેન્ટર પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે. આ અંગે ધોરાજી ના સરકારી હોસ્પિટલ નાં અધિક્ષક ડો. જયેશ વેસેટીયને જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં 70 બેડના કોવિડ કેર સેન્ટર ને મંજૂરી મળી હતી. જે કોરોના પોઝિટિવ નાં કેસોની સંખ્યા વધતા ફરી 70 બેડનું કોવિદ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.કોવીડ સરકારી હોસ્પિટલ માં તબીબો અને પૂરતી દવાઓ ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ સેન્ટર આશીર્વાદરૂપ બની ગયું છે. રાજકોટ સુધી દર્દીઓને ધક્કો ખાવો પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો