સમસ્યાથી મળશે મુક્તિ:મોરબીના નટરાજ ફાટક પર ઓવરબ્રિજને મળી મંજૂરી

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ
  • મંજુર થયેલી રકમમાં રૂ. 9 કરોડ વધારી રૂ 89.31 કરોડ કરાઈ

મોરબી શહેરની મધ્યમાથી પસાર થતી રેલવે લાઈન પર આવેલ નટરાજ ફાટક પર દિવસ દરમિયાન હજારો વાહન પસાર થઈ રહ્યા છે. અને ફાટક અવાર નવાર બંધ થતી હોવાથી ટ્રાંફિક જામ પણ સર્જાઈ રહ્યો છે અને વર્ષોથી ઓવર બ્રિજ બનાવવા માગણી કરવામાં આવી રહી હતી અંતે સરકાર દ્વારા નટરાજ ફાટક પર ઓવરબ્રિજ મંજુર કરી દેવામાં આવ્યો હતો.

અગાઉ અહીં રૂ.74.82 કરોડની અંદાજીત રકમ નક્કી કરવામાં આવી હતી અને જૂન 2021માં આ બ્રિજ માટે રૂ.80 કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવી હતી હવે આ બ્રિજ નિર્માણ કામગીરી માટે માર્ગ મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે અનેં અગાઉ મંજુર થયેલ રકમમાં વધુ 9 કરોડ જેટલી રકમ ઉમેરી દેવામાં આવી છે આગામી સમયમાં નવી રકમ માટે મંજૂરી લેવાની રહેશે આ ઉપરાંત બ્રિજ માટેનો નકશો અને અગાઉ મંજૂરી અંગેના દસ્તાવેજ ગાંધીનગર ખાતેની માર્ગ મકાન વિભાગમાં મોકલવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...