આક્રોશપૂર્ણ રેલી:ઓરેવાના જયસુખ પટેલ સામે ગુનો નોંધવાની માગણી સાથે મોરબીમાં આક્રોશપૂર્ણ રેલી-ધરણાં

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએસડીનાઝૂલતો પુલ તૂટી જવાની દુર્ઘટનામાં સરકાર કંપનીના એમડીને છાવરતી હોવાનો આક્ષેપ
  • એસએસડીના સભ્યોએ નવા બસ સ્ટેન્ડથી ક્લેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું

મોરબીની ગોઝારી જુલતાપુલ તૂટવાની દુર્ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે, આ ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા જેમાં સૌથી વધુ નાના બાળકોનો સમાવેશ થયો છે ત્યારે આ ઘટનામાં પહેલા દિવસથી જ જવાબદાર અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને તંત્ર દ્વારા બચાવવામાં પ્રયાસ થતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

એક માત્ર ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાાને સસ્પેન્ડ કરવા સિવાય કોઇ જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી અને એફઆઇઆરમાં પણ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ કે ઓરેવાના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું નામ ન આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

ત્યારે આજે મોરબીમાં સ્વયંસેવક દળ દ્વારા શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી સામાં કાંઠે આવેલી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસી ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમ જ આ ઘટનામાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આ ઘટનામાં ભોગ બનેલા મૃતકોના પરિવારને રૂપિયા 20 લાખની આર્થિક સહાય કરવામાં આવે તેમજ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. જો તેમના દ્વારા આ માંગણી વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી સ્વયંસેવક દળના કાર્યકરો દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...