રોષ:મોરબીમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું કામ અટકાવાતાં ભારે રોષ

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને હસ્તક્ષેપ કરવા ક્રાંતિકારી સેનાની માગણી
  • સ્થાનિક દુકાનદારોને આ મુદ્દે વાંધો હોવાનું સામે આવતાં રોષ

મોરબી ખાતે ક્રાંતિકારી સેનાએ ઓમ શાંતિ સ્કૂલ સામે મેદાનમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાં મુકવા માંગણી કરી હતી, જેના ભાગેરૂપે માર્ચ 2021માં મળેલા જનરલ બોર્ડમાં નગરપાલિકાના યુવા સદસ્ય ભાવિકભાઈ જારિયાની દરખાસ્ત દ્વારા મહાન ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મુકવા માટે સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અનેક વખત ક્રાંતિકારી સેના દ્વારા મંજૂરી પત્રની રૂબરૂ માંગ પાલિકા પાસે કરાઈ હતી. પણ અંતમાં જાણવા મળ્યું હતું કે સ્થાનિક દુકાનદારો દ્વારા પ્રતિમા ન મૂકવા રજૂઆત કરાઇ હતી ત્યારે અમુક લોકોના સ્વાર્થ ખાતર આ મહાન ક્રાંતિકારીની પ્રતિમા મુકવાનું કાર્ય અટકાવાયું હોવાનું જાણવા મળ્યું હતું.

શનાળા રોડ પર આવેલા સરદારબાગ સામેના પાર્કિંગમાં ફૂટની જગ્યામાં પ્રતિમા મુકવાની વાત હતી. આ માટે ક્રાંતિકારી સેનાએ વિરોધકર્તાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે જાણવા મળ્યું કે રાજકીય વગ ધરાવતા વ્યક્તિઓના સ્વાર્થ ખાતર આ કાર્ય અધુરૂ મૂકવામાં આવ્યું છે ત્યારે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકવાનું કાર્ય અંગત કારણસર અટકાવાતાં ક્રાંતિકારી સેનાએ આ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને યોગ્ય નિર્ણય કરવા માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...