તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ભરડો:મોરબી જિલ્લામાં કોરોનાનો ભરડો, રેમડેસિવિર ઇન્જેક્શનની અછત

મોરબી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કિટ, ઇન્જેક્શનની અછતથી દર્દીઓ અને પરિજનોની રાતની ઊંઘ હરામ

મોરબીમાં કોરોના સંક્રમણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. મોરબીમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના ટેસ્ટ તથા સારવાર માટે અનુકૂળતા નથી. દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળતા. તો દાખલ થયેલા અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા અતિ મુશ્કેલ બની ગયા છે. એક તરફ કેસ અનેકગણા વધી રહ્યા છે તો સામે ટેસ્ટિંગ કીટ અપુરતી અને રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના લીધે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ચિંતા અને ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાની સ્થિતિ વકરી રહી છે. એક બાજુ રાજ્ય સરકાર ટેસ્ટિંગ માટેની કીટ અને સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનો જથ્થો મોકલવાની જાહેરાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે. દર રોજ ટેસ્ટ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તેમનો વારો આવે એ પહેલા ટેસ્ટીંગ કીટ પૂરી થઈ જાય છે. ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ થતા નથી. અને જે દર્દીઓ દાખલ છે તેમને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. સરકારના દાવાઓ ખોટા સાબિત થાય છે.

સોમવારે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના 13 મોટા મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાંથી માત્ર 2 હોસ્પિટલોના મેડિકલ સ્ટોર્સમાં આ ઇન્જેક્શન હાજર હોવાનું સાબિત થયું છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિરનો યોગ્ય માત્રામાં જથ્થો છે. પરંતુ ખાનગી હોસ્પિટલોમાં જ અસર જોવા મળે છે.

દર્દીઓ પાસેથી લૂંટ ચલાવવાનો કારસો?
મોરબીની સિવિલ હોસ્પિટલમાં હાલ 60 પોઝિટિવ દર્દી છે. જેમની સારવાર ચાલુ છે. અને રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો 483 ઉપલબ્ધ છે. પરંતુ ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનો મળવા મુશ્કેલ છે. જેથી એક બાબત ફલિત થાય કે દર્દીઓની મજબુરીનો લાભ લેવા ખાનગી હોસ્પિટલ જાણી જોઇને આ રીતે તો નથી વર્તતી ને? કાળાબજારિયાઓને લાભ અપાવવા કૃત્રિમ તંગી ઉભી કરી હોવાનું એક ચિત્ર ઉપસી રહ્યું છે.

આટલી જગ્યા તપાસ, સ્ટોકની સ્થિતિ

મેડિકલ સ્ટોરસ્ટોક
પાર્થ મેડિકલનથી
ગુરુકૃપા મેડિકલનથી
રાધે મેડિકલનથી
પટેલ મેડિકલનથી
મંગલમ હોસ્પિટલનથી
માધવ હોસ્પિટલનથી
અમૃતમ હોસ્પિટલનથી
નકલંગ હોસ્પિટલનથી
સદભાવના હોસ્પિટલનથી
મહેશ્વરી મેડિકલનથી
આયુષ હોસ્પિટલછે
નક્ષત્ર હોસ્પિટલછે
સિવિલ હોસ્પિટલછે

સોમવારે કલેક્ટર સાથે બેઠક યોજી છે
મોરબીમાં સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિરનો પર્યાપ્ત સ્ટોક છે. પરંતુ ખાનગીના દર્દી માટે મુશ્કેલી છે. આ માટે મે સરકારમાં રજૂઆત કરી છે. હાલ રાજકોટથી ઇંજેક્શન મળી જાય છે. પરંતુ માત્ર એક જ ઇન્જેક્શન આપવામાં આવે છે. જે આખો ડોઝ મળવો જોઈએ. આ માટેના મારા પ્રયત્નો સતત ચાલુ છે. મંગળવારે સવારે 11 વાગે આ બાબતે કલેક્ટર સાથે પણ મીટીંગ યોજાવાની છે. > મોહન કુંડારીયા , સાંસદ, રાજકોટ

​​​​​​​યુવાનની રેમડેસિવિર આપવાની જાહેરાત
મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને સેવાભાવી યુવાન અજય લોરીયાએ જાહેરાત કરી હતી કે, જે દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોય અને મળતા ન હોય તે દર્દીઓએ 93289 66292‌ તથા 93742 88888 પર કોન્ટેક્ટ કરવો. દર્દીઓએ પોતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન તથા આધાર કાર્ડ આપવાનું રહેશે. આવા દર્દીઓને મોરબી બહારથી ઇન્જેક્શન અજય લોરીયા દ્વારા મંગાવી અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો