વાંકાનેર તાલુકા સંઘની ભારે રસાકસી ભરી ચૂંટણીમાં આજે મતદાન અને મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં અગાઉ બિનહરીફ થયેલા 05 બેઠક સિવાયની 07 બેઠકની ચૂંટણીમાં ભાજપને 03 અને કોંગ્રેસને 04 બેઠકમાં જીત મળી હતી અને પરિણામના અંતે બંને પક્ષ પાસે 6-6 બેઠકોનું સંખ્યાબળ રહેતા ટાઈ થવા પામી છે.
ચૂંટણી પૂર્વે જ 12માંથી 05 બેઠક બિનહરીફ જાહેર થઇ હતી
વાંકાનેર તાલુકા સંઘની ચુંટણીમાં પાંચ બેઠકો બિનહરીફ થઇ હતી અને સાત બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સાત બેઠકોમાંથી લુણસર અને જાલસીકા બેઠક એમ બે બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થઇ હતી અને ચિઠ્ઠીથી વિજેતા નક્કી કરવામાં આવતા બંને બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. અગાઉ બિનહરીફ થયેલ 05 માંથી 03માં ભાજપ અને 02 માં કોંગ્રેસ ઉમેદવાર ચૂંટણી વિના જ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આજે ચુંટણી પરિણામમાં 03 ભાજપ અને 04 કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બનતા બંને પક્ષને ફાળે 6-6 બેઠકો જતા ટાઈ સર્જાઈ છે. જેથી હવે પ્રમુખ પદ માટે આરડીસી બેંકના પ્રતિનિધિની ભૂમિકા પ્રમુખ બનાવવા માટે મહત્વની બની જશે.
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો
પાંચ બેઠકો થઇ હતી બિનહરીફ
વાંકાનેર તાલુકા સંઘની ચુંટણીમાં વાંકિયા, ઢુવા, માટેલ, સિંધાવદર અને ગારીડા બેઠક બિનહરીફ થઇ હતી. જે પાંચમાંથી 03 બેઠક પર ભાજપ અને 02 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર વિજેતા બન્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.