તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનમહોત્સવની ઉજવણી:આપણું શરીર એ પાંચ તત્ત્વોનું બનેલું છે, માટે દરેક વ્યક્તિએ પાંચ વૃક્ષ તો ઉછેરવા જ જોઇએ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના બેલા રંગપરમાં પુરવઠામંત્રી સહિતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થકી વનમહોત્સવની ઉજવણી

મોરબીના બેલા-રંગપર ખાતે 72માં વન મહોત્સવની ઉજવણી કરી હતી. જેમાં મંત્રી ધમેન્દ્રસિંહએ જણાવ્યું હતુ કે, ઇ.સ. 1950માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. જયારે કેન્દ્રમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કર્યું ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાની નિમણુંક કરી હતી. આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવવા જોઇએ.

છ વૃક્ષ પ્રેમીનું સન્માન , કોઈએ વન્ય પ્રાણીઓને બચાવ્યા તો કોઈએ જાતે વૃક્ષો વાવીને જતન કર્યું
પર્યાવરણના રખોપા કરી રહ્યા છે તેવા વૃક્ષ તથા પ્રાણી, પક્ષી પ્રેમીનું સન્માન કર્યું હતું. મોરબી શહેર તથા આસપાસમાં ક્યાંય પણ જંગલી પ્રાણી કે પક્ષી ઘાયલ થાય તો તેમને બચાવીને સારવાર આપે છે તેમજ કયાંય પણ સર્પ નીકળે તો પણ પકડીને યોગ્ય જગ્યાએ છોડી મૂકે છે તેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રનું સન્માન કર્યું હતું.

જેતપર ગામે તળાવની પાળે ઓક્સિજન પાર્ક બનાવનાર ગામના યુવાનોને પણ સર્ટિફિકેટ અપાયું હતું. આ ઉપરાંત ચકલી બચાવો અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 40 હજારથી વધુ માળાનું વિતરણ કરનાર તથા 15 હજારથી વધુ ચબુતરા બાંધનાર ભુપતભાઈ છૈયાનું સન્માન કર્યું હતુ. મોરબી બાયપાસ રોડ તથા પંચાસર રોડના સ્મશાનમાં 800થી વધુ વૃક્ષ વાવનાર ઘનશ્યામભાઈ ડાંગર અને પીજી કલોક પાછળ વોંકડામાં 600 વૃક્ષ વાવી જતન કરનારા આંબાલાલ કુંડારીયાનું સન્માન કરાયું જ્યારે નિવૃત્ત મેજર એમ.જી. મારુતિનું પણ અલગ અલગ જગ્યાએ 2400 વૃક્ષ વાવવા બદલ અને મોર તથા ગીધની ગણતરીમાં મદદ કરવા બદલ તેમને પણ પુરસ્કૃત કરાયા હતા

વન મહોત્સવ શરૂ કરનારા શ્રીકૃષ્ણ હતા
ખોખરા હનુમાનની જગ્યાના મહંત અને મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી દેવીએ કહ્યું હતું કે શ્રીકૃષ્ણના વખતમાં ઈન્દ્ર દેવને રિઝવવા યજ્ઞ કરાતો ત્યારે શ્રીકૃષ્ણએ માત્ર યજ્ઞ નહીં પણ સાથે કર્મ કરવાનું એટલે કે વૃક્ષોનું જતન કરવાનો સંદેશો આપેલો વન મહોત્સવની શરૂઆત ખરેખર ત્યાંથી થયેલી છે વૃક્ષોની પૂજા તેનું જતન કરીને થવી જોઈએ.

ચાર વન કર્મીઓનું પણ સન્માન
વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 4 અધિકારીનું પણ સન્માન કરાયું હતું જેમાં ચેર વાવેતરની કામગીરી બદલ એમ.જી દેત્રોજા વન્ય જીવોના સંરક્ષણ બદલ કે.ડી. બડિયાવદરા નર્સરી તથા વાવેતર બદલ અનિલભાઈ એરવાડીયા તથા વાવેતરની શ્રેષ્ઠ કામગીરી બદલ એ.કે. માસકિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...