તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનોરંજનથી બીમારી ભુલાવવાનો પ્રયાસ:મોરબીના કોવિડ કેરમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ભજનના કાર્યક્રમનું આયોજન

મોરબી​​​​​​​2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દર્દીઓના મનોરંજન માટે કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દર્દીઓના મનોરંજન માટે કાર્યક્રમ યોજાયો
  • રઘુવંશી કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ નકારાત્મક વાતાવરણ ભૂલી શકે તે માટે રોજ અનોખી પ્રવૃત્તિ થાય છે

મોરબીમાં કોરોના મહામારીએ સમગ્ર જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે કોવિડ હોસ્પિટલમાં ફુલ થઈ જતા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સામાજિક સંસ્થાઓ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અહીં શરૂ કરેલા કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દરરોજ નોખી અનોખી પ્રવૃતિ થઇ રહી છે. જેમાં કોવીડ દર્દીઓના મનોરંજન માટે ખાસ હાસ્ય શોનો કાર્યક્રમ યોજાયા બાદ ભજન સંધ્યાનો પણ ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આમ આવા સકારાત્મક વાતાવરણને કારણે કોરોનાના દર્દીઓ ભજનની રમઝટ માણી દુ:ખ દર્દ પણ ભુલી ગયા હતા.

મોરબીના રઘુવંશી કોવીડ ક્વોરન્ટાઇન સેન્ટરમાં દાખલ દર્દીઓ પોતાની બીમારી અને આસપાસનું નકારાત્મક વાતાવરણ ભૂલી શકે તે માટે દરરોજ નોખી- અનોખી પ્રવૃત્તિ થઈ રહી છે. જેમાં કોવિડ દર્દીઓના મનોરંજન માટે ખાસ શોનો કાર્યક્રમ પણ યોજવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે. આમ દર્દીઓ આવા કાર્યક્રમ માણી દુઃખ દર્દ ભૂલી ગયા હતા.

મોરબીમાં નાગરિક બેંકની સામે આવેલા લોહાણા વિદ્યાર્થી ભવનમાં સમાજના લોકો માટે 50 બેડનું કોવિડ કવોરંટાઇન સેન્ટર કાર્યરત છે. જ્યાં ત્રણ ડોકટર સાત નર્સિંગ સ્ટાફની દેખરેખ હેઠળ કવોરંટાઇન થયેલા લોકોની સેવા-શ્રુષૂતા કરવામાં આવે છે. આ કોવીડ ક્વોરન્ટાઇન કેર સેન્ટરમાં એક ટેલિવિઝન પણ રાખવામાં આવ્યું છે. જેના દ્વારા લાફિંગ થેરેપી આપવાના ભાગરૂપે કોમેડી શો અને હાસ્યરસ પીરસતા અન્ય વીડિયો પણ દર્શાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ કોવીડ ક્વોરન્ટાઇન કેરમાં લાફિંગ થેરેપી, યોગ, પ્રાણાયમ અને કસરત પણ દર્દીઓને કરાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...