મોરબી શહેરની રહેવાસી મહિલાએ ઓનલાઈન સાડી મંગાવી. જેનું પાર્સલ મેળવવા મોબાઈલમાં લીંક મોકલતા મહિલાએ લીંક ઓપન કરી ત્યારે અજાણ્યા ઇસમે ખાતામાંથી રૂ. 56,625ની રકમ ઉપાડી છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના શકત શનાળા ગામે રહેતા તૃપ્તિબેન ગોહિલ નામની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના બહેનપણી હેતલબા વોટ્સએપ ગ્રુપ મારફત સાડીનો વેપાર કરતા હતા અને ફરિયાદીને એક સાડી ગમતા તા. 23/07/22ના રોજ સાડી ઓર્ડર કરી હતી. જેનું પેમેન્ટ ગૂગલ પે દ્વારા કર્યું હતું અને તા. 02 ઓગસ્ટ 2022ના રોજ મોબાઈલ પર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે હિન્દીમાં વાત કરી તમારૂ પાર્સલ અમારી ઓફિસે આવી ગયું છે. જે ડીએક્ટીવેટ થઇ ગયું છે. એક્ટીવ કરાવશો એટલે તમારૂ પાર્સલ ઘરે આવી જશે અને બાદમાં તા. 03 ઓગસ્ટ 2022ના રોજ બીજા નંબર પરથી ફોન આવ્યો. જેમાં પાર્સલ એક્ટીવ કરાવવા વોટ્સએપ મોકલેલ છે. જેથી લીંક ક્લિક કરતા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઇ ગયેલ અને ફોન ચાલુ હોય ત્યારે અજાણી વ્યક્તિએ એપ ચાલુ રાખવાનું કહ્યું હતું. બાદમાં મારું સર્વર ડાઉન બતાવે છે કહીં ફોન કાપી નાખવા કહ્યું હતું અને પાંચ મિનીટ બાદ ઓટીપી આવ્યો હતો. જે આપવાનું કહેતા મહિલાએ ઓટીપી આપેલો નહિ અને ફોન કટ કરી નાખ્યો હતો.
બાદમાં મેસેજ આવ્યો હતો. જેમાં સાહેબનો કોલ આવશે તમે તેના પાસે તમારૂ પાર્સલ એક્ટીવ કરાવી લેજો જેથી ઓફિસનું સરનામું પૂછતાં જવાબ 'ના'માં લખીને મેસેજ આવ્યો હતો. અને તા 04 ઓગસ્ટ 2022ના રાત્રિના સમયે બેંક ખાતામાંથી રૂ. 44,444 અને રૂપિયા 12,081 ઉપડી ગયા હતા. અજાણ્યા ઇસમે ઓનલાઈન ફ્રોડ કરી મહિલાના ખાતામાંથી રૂ. 56,625 ઉપાડી લઈને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.