સમાજ સેવા:મોરબીમાં શહીદ ભગતસિંહના જન્મદિવસે 300 યુવાનને લેવડાવ્યા દેહદાન-અંગદાનના સંકલ્પ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ ભગતસિંહની વેશભૂષામાં માસ્ક, સ્ટેશનરી આપ્યા

મોરબીમાં ક્રાંતિકારી વિચારોથી રંગાયને વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ થકી સમગ્ર મોરબીવાસીઓમાં દેશપ્રેમની ભાવના સતત જાગૃત કરવા સદાય સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાનો દેહદાન અને અગદાન થકી કોઈની મહામૂલી જિંદગી બચવા માટે આગળ આવે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપે આજે દેહદાન અને અગદાન કરવા વોટ્સએપના માધ્યમથી યુવાનોને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.જેમાં 300 જેટલા યુવાનોએ દેહદાન-અંગદાનના સંકલ્પ લીધા હતા.

મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો તથા લોકોને પોતાના નામ અને સપર્ક નંબરની માહિતી યંગ ઇન્ડિયા ગ્રુપનાં શૉશ્યલ મીડિયાનાં માધ્યમથી મોકલી આપવાની અપીલ કરવામાં આવી હતી.જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો અંગદાન અને દેહદનનો સંકલ્પ માટે જોડાવા અપીલ કરાયા બાદ યુવાનો દેહદાન અને અંગદાન કરવા આગળ આવ્યા હતા અને 215 જેટલા યુવાનએ અંગદાન અને 80 થી વધુ યુવાનોએ દેહદાન કરવાના આજે ભગતસિંહના જન્મદિવસે સંકલ્પ લીધા હતા.

આ પહેલા શહેરના ગાંધીચોક ખાતે આવેલ ભગતસિંહની પ્રતિમાને દુગ્ધાભિષેક કરી સ્વચ્છ કરીને શહીદ ભગતસિંહને ફુલહાર અર્પણ કરીને ભાવવંદના કરવામાં આવી હતી.તેમજ વર્તમાન સમય કોરોના મહામારી સામે લોકો સુરક્ષિત રહે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ શહિદ ભગતસિંહની વેશભૂષામાં સજ્જ થઈને લોકોને માસ્ક તથા કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથિક દવાનું વિતરણ કર્યું હતું અને આ રીતે લોકોને કોરોનાથી બચીને રહેવાની પણ શીખ આપી હતી. તેમજ નાના બાળકોને સ્ટેશનરીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઝૂંપટપટ્ટી વિસ્તારમાં રહેતા અબાલ વૃદ્ધ સહિતના કોરોના સંદર્ભે ઓક્સીમીટરથી સ્વાસ્થ્યની ચકાસણી કરી યોગ્ય સમજણ અને સારવાર આપી લોક જાગૃતિ ફેલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...