તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિપક્ષનો હોબાળો:જિલ્લા પંચાયત કચેરીમાં ચેમ્બર આપવા વિપક્ષનો હોબાળો સત્તામા જોગવાઇ ન હોઇ શાસકોએ ઘસીને ના પાડી દીધી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લા પંચાયતની નવી ઇમારતમાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં દેકારો, જોગવાઈ ન હોવા છતાં સમિતિઓને ચેમ્બર ફાળવ્યાનો વિપક્ષનો દાવો

મોરબી જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલી જિલ્લા પંચાયત ભવનમાં આજે પ્રથમ વખત પ્રમુખ ચંદુભાઈ શિહોરાની અધ્યક્ષતા અને ડીડીઓ પી.જે ભગદેવ, ડે ડીડીઓ ઈલાબેન ગોહિલ તેમજ અન્ય અધિકારી ,પધાધિકારીની હાજરીમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કચેરી અગાઉ પણ વિવાદમાં રહી છે, કારણ કે અગાઉ જિલ્લા પંચાયતમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સત્તા પર કોંગ્રેસ હોવાથી તેઓને આ ભવન સોંપવામાં આવતું ન હોવાની ફરિયાદ ઉઠતી હતી, હવે વિધિવત આ બિલ્ડીંગમાં નવી ચૂંટાયેલી બોડીએ સત્તા સંભાળી લીધી છે.

સત્તા પક્ષના પ્રમુખ ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના ચેરમેનને મસમોટી ઓફીસ ફાળવામાં આવી છે, જો કે જિલ્લા પંચાયતની 10થી વધુ બેઠક પર કોંગ્રેસના સભ્ય ચૂંટાયેલા હોવા છતાં તેઓને એક પણ ચેમ્બર ફાળવવામાં આવી નથી.

આ 10 સભ્યમાં મહિલા સભ્યો પણ હોય જેથી આજે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ અલગ ચેમ્બર ફાળવવા માંગ કરી હતી. જો કે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જિલ્લા પંચાયતમાં વિપક્ષ માટે ચેમ્બર ફાળવવા કોઈ બંધારણીય જોગવાઈ ન હોવાથી ચેમ્બર ફાળવણી કરવા ઘસીને ના પાડી દીધી હતી. જો કે કોંગ્રેસ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે અમુક સમિતિઓના ચેરમેનને ચેમ્બર ફાળવણીની જોગવાઈ ન હોવા છતાં તેઓને શા માટે ફાળવવામાં આવે છે ? જો નિયમ વિપક્ષ માટે લાગુ પડતો હોય તો સત્તા પક્ષને પણ લાગવો જોઈએ તેમ જણાવ્યું હતું.

સભામાં ચેમ્બરના મુદ્દા તેમજ ગત કોંગ્રેસ બોડી વખતે જે વિકાસ કામના આયોજન કરવામાં આવ્યા હતા તેને પણ મંજૂરી નહિ આપી સત્તા પક્ષે વિપક્ષ કોંગ્રેસને બીજો ઝટકો આપ્યો હતો. તેઓએ કોંગ્રેસ શાસનમાં પક્ષપાતી પૂર્વક વિકાસ કામના આયોજન કરવાનું જણાવી આ મુદ્દો રદ કર્યા હતા આ સિવાય બાકીના 10 મુદાને સભાએ બબહુમતિ સાથે બહાલી આપી હતી.

ખેડૂતોના હિતેચ્છુઓ સિંચાઇનો મુદ્દો ભૂલી ગયા
મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયો છે, હાલ જ્યાં જ્યાં પણ કેનાલની સગવડ છે તે તમામ ગામના ખેડૂતો પાણી માટે માગણી કરે છે પણ જિલ્લા પંચાયતના સદસ્યોને જાણે આ મુદાની જાણકારી જ ન હોય તેમ કેનાલ થકી ખેડૂતોને તાત્કાલિક પાણી આપવા અંગે સત્તા પક્ષના સદસ્ય બોલ્યા ન હતા માત્ર વિપક્ષ દ્વારા જ્યાં જ્યાં નુકશાની થઈ છે તેઓને સર્વે કરવી વળતરની માંગણી કરાઈ હતી જો કે પ્રમુખે આવતી સામાન્ય સભામાં ચર્ચા કરવાનું કહી સભા પૂર્ણ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...