તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મોરબીમાં કામના ખાતમુહૂર્તમાં ભાજપના પદાધિકારીઓને જ બોલાવાતાં વિપક્ષ ખફા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વહીવટદાર ભાજપનો હાથો બની વિપક્ષ પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનો આક્ષેપ

મોરબી પાલિકામાં ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં હાલ રાજય સરકાર દ્વારા વહીવટદારની નિમણુંક કરવામાં આવી છે. જેના કારણે હાલ ચીફ ઓફિસર ખુદ પાલિકાના વહીવટદાર બની શાસન ચલાવી રહ્યા છે. અને તેના ભાગરૂપે વિવિધ વિકાસ કામો પણ ઝડપથી ચાલી રહ્યા છે. જો કે આ વિકાસ કામના ખાતમુહુર્તના બાબતે વિપક્ષ દ્વારા વહીવટદાર ભાજપના હાથા બનતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હાલ ચીફ ઓફિસર દ્વારા મંજુર થયેલા કામના ખાતમર્હુત કાર્યક્રમમાં માત્ર ભાજપના ગત બોડીના કાઉન્સિલર અને ભાજપના આગેવાનોને જ બોલાવી અન્ય પક્ષના આગેવાનો સાથે ભેદભાવ કરતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યા છે.

મોરબી પાલિકાની 5 વર્ષની મુદત પૂર્ણ થતાં પાલિકાનો તમામ વહીવટ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યો છે. પાલિકાની ચૂંટણીને ધ્યાને લઇ હાલ મોરબી શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં રોડ-રસ્તાના કાર્યો ચાલી રહ્યા છે.જોકે માર્ગોના નવીનીકરણના કાર્ય આરંભે યોજવામાં આવતા મહુર્તમાં વહીવટદાર જાણે ભાજપના માણસ હોય તેમ તેના દ્વારા માત્ર ભાજપના સ્થાનીય નેતાઓને આમંત્રણ આપી રહ્યા છે. તેવો આક્ષેપ મોરબી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજ્યગુરુએ કરીને જણાવ્યું છે કે પાલિકા કાર્યરત હતી ત્યારે તો ભાજપના આ આગેવાનો શોધ્યા મળતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો