LCBએ ચોરીનો ભેદ ઉકેલ્યો:આંગડીયા પેઢી રાજકોટના બે કર્મચારીઓએ જ લાખોની ચોરીનું તરકટ રચ્યું, બે ઈસમોની ધરપકડ

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને ઇસમોએ મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન બનાવ્યો હતો
  • પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા

ભુજ-રાજકોટ રૂટની એસટી બસમાં આવી રહેલા આંગડીયા પેઢીના કર્મચારીઓનો 30 લાખની રોકડ અને ચાંદી સહીત 40 લાખની મત્તા ભરેલ થેલો રસ્તામાં ચોરી થયાનું જણાવી મોરબી ખાતે પોલીસને જાણ કરી હતી. જે બનાવમાં આંગડીયા પેઢીના કર્મચારીઓએ જ ચોરીનું તરકટ રચ્યાનું ખુલ્યું છે. જેથી એલસીબી ટીમે બે આરોપીને દબોચી લીધા છે.

એલસીબી ટીમે બનાવ મામલે તપાસ હાથ ધરી
ભુજ-રાજકોટ રૂટની એસટી બસમાં મહેન્દ્ર પ્રવીણ આંગડીયા પેઢી રાજકોટના બે કર્મચારીઓ અલગ અલગ ચીજવસ્તુના ત્રણ થેલા લઈને ભુજથી રાજકોટ આવતા હતા. જેમાં એક થેલામાં રૂ.30 લાખ રોકડ અને અન્ય થેલામાં સોના અને ચાંદીના દાગીના કીમત રૂ.10 લાખ મળીને કુલ 40 લાખનો મુદામાલ સાથે હોય જે થેલા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાનું મોરબી જુના બસ સ્ટેન્ડ પહોંચી મોરબી પોલીસને જાણ કરી હતી. જેથી એ ડીવીઝન પોલીસ ઉપરાંત એલસીબી ટીમે બનાવ મામલે તપાસ હાથ ધરી હતી.

આંગડીયા પેઢીના કર્મચારીઓની સંડોવણી હોવાની માહિતી મળી
બનાવ મામલે એલસીબી ટીમને આંગડીયા પેઢીના કર્મચારીઓની સંડોવણી હોવાની માહિતી મળી હતી. જેથી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બંને ઇસમોએ ભાંગી પડ્યા હતા અને બંને ઇસમોએ મળીને થેલો ગાયબ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં અન્ય આરોપી સિદ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે કોસા જી પાટણ વાળાને સામેલ કરી આદિપુર બસ સ્ટેન્ડ ખાતે બોલાવી તે પણ ભુજ રાજકોટ રૂટ વાળી બસમાં બેસી ગયો હતો. ભચાઉની ટીકીટ લઈને રોકડ અને સોના-ચાંદીના દાગીના પાર્સલ ભરેલો થેલો આપી દેતા થેલા લઈને તે ભચાઉ બસ સ્ટેન્ડ ઉતરી ગયો હતો.

પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા
જેથી એલસીબી ટીમે આરોપી આંગડીયા પેઢીના કર્મચારી આનંદજી હમીરજી પરમાર રહે હાલ રાજકોટ મૂળ ચંદ્રુ માંણા જી પાટણ અને અજીતસિંહ નથાજી પરમાર રહે સબોસણ તા. જી. પાટણ એમ બે ઇસમોને ઝડપી લીધા છે. તો ફરાર આરોપી સિદ્ધરાજસિંહ સરતનજી પરમાર રહે કોસાગામ પાટણ વાળાને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...