તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ફાયર એનઓસી અરજી કેમ્પમાં અધિકારીઓ જ ગેરહાજર

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબીની શાળા, હોસ્પિટલના સંચાલકોમાં રોષ

ભૂતકાળમાં શાળા કોલેજ ટયુશન કલાસ અને હોસ્પિટલમાં આગજનીની ઘટના બની હતી જેમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો તો અનેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અવાર નવાર આવી ઘટનાઓ બનતા રાજય સરકાર પર યોગ્ય જવાબદારી ન નિભવવામાં આવતી હોવાના આક્ષેપ થતા રાજય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલમાં ફાયર પ્રિવેન્શન સિસ્ટમ ફરજીયાત લગાવવા તેમજ તે અંગે સક્ષમ અધિકારીઓનું પ્રમાણપત્ર મેળવવા ખાસ ગેજેટ બહાર પાડી આદેશ કર્યો હતો.

મહાનગરપાલિકા વિસ્તારમાં આ માટેની સત્તા પાલિકાના ચીફ ફાયર ઓફિસરને સોંપવામાં આવી છે, તો નગરપાલિકા વિસ્તારમાં રિજીયોનલ ફાયર ઓફિસરને સોંપવામા આવી છે. મોરબી જિલ્લાની 4 નગરપાલિકાઓ રાજકોટ ઝોનમાં આવે છે અને તેના રિજિયોનલ ફાયર ઓફિસર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહે છે.

આ માટે મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે મોરબી,વાંકાનેર માળીયા અને હળવદ એમ ચાર નગરપાલિકા વિસ્તારમાં આવતી શાળાઓને ફાયર એનઓસી માટેની અરજી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં શાળા સંચાલકો હાજર રહ્યા હતા જો કે આ માટે ખુદ તંત્રને જાણે રસ ન હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. એનઓસી માટે આવેલા શાળા સંચાલકોને યોગ્ય નિયમ અને તેમને મુંઝવતાં પ્રશ્નના યોગ્ય જવાબ આપી શકે તેવા કોઈ સક્ષમ અધિકારી દેખાયા ન હતા .

કેમ્પમાં રિજિયોનલ કચેરીમાંથી રિજનલ ઓફિસર કે પછી તેના કોઈ પ્રતિનિધિ હાજર રહ્યા ન હતા તો પાલિકામાંથી પણ ચીફ ઓફિસર કે પછી ફાયર સિસ્ટમને લગતા નિયમ અને તેની કાર્યવાહી અંગે પૂરતી જાણકારી ધરાવતા સ્ટાફ જોવા મળ્યા ન હતા.જેના કારણે શાળા સંચાલકો પણ મુંઝવણમાં મુકાયા હતા.

હોસ્પિટલમાં એન ઓસી માટે કોને રજૂઆત કરવાની?
મોરબી પાલિકા દ્વારા યોજવામાં આવેલા કેમ્પ પાલિકા વિસ્તારમાં આવેલ શાળા હોસ્પિટલમાં અને કોચિંગ કલાસ માટે હતો. જો કે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી શાળા કોલેજમાં જો એનઓસી મેળવવી હોય તો કોને અરજી કરવી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો