મેઘમહેર:મોરબીમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે માત્ર હળવા-ભારે ઝાપટાં

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેર અને ટંકારા અઢી ઇંચ વરસાદથી તરબોળ
  • માળિયા અને હળવદમાં મેઘાડંબર સાથે માત્ર છાંટા

મોરબી જિલ્લામાં મેઘરાજાએ લાંબી રાહ જોવડાવી છે.રાજ્યભરમાં માધ્યમથીભારે વરસાદ પડી રહ્યો છે. જોકે મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ થયો ન હોવાથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.જોકે રવિવારે મોરબી જિલ્લામાં વહેલી સવારથી ઘટાટોપ વાદળો છવાયા હતા જે બાદ વાંકાનેર અને ટંકારામાં ધીમીધારે વરસાદ પડ્યો હતો મોરબીમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.જોકે માળિયા અને હળવદમાં માત્ર વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા પડ્યા હતા. વાંકાનેરમાં સવારે 60મીમી જયારે ટંકારામાં 62 મીમી વરસાદ નોધાયો હતો તો મોરબી શહેરમાં માત્ર 2 મીમી વરસાદ જ નોંધાયો હતો.

મોરબી શહેર અને તાલુકાઓમાં ધીમીધારે વરસાદ પડ્યો હોવાના વાવડ છે. તેમજ ટંકારા પંથકમાં પણ ધીમધારે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણ એકદમ ટાઢુંબોળ થઈ ગયું છે. સવારે 10 થી બપોરના 12 વાગ્યા દરમિયાન પડેલા વરસાદના સરકારી ચોપડે નોંધાયેલા આકડા મુજબ ટંકારામાં 62 એમએમ અને વાંકાનેરમાં 60 એમએમ તેમજ મોરબીમાં 2 એમએમ વરસાદ પડ્યો છે.

ટંકારાની તાલુકા પંચાયત કચેરી પર વીજળી પડી
શહેરમાં ધીંગી મેઘમહેર વચ્ચે તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં ધડાકાભેર વિજળી પડી હતી. જોકે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કચેરીના 22થી વધુ નાના-મોટા તમામ વિજઉપકરણો બળી ગયા હતા. ઓચિંતી વિજળી પડતાં નજીકમાં રહેતા લોકોમાં ભયનું લખલખુ પસાર થઇ ગયું હતું. કચેરીના પ્રાંગણમાં બેસતી આઇસીડીએસ કચેરીના પણ 4 વિજપઉપકરણો બળી ગયા હતા. આ ઘટના ટીડીઓ નાગાજણ તરખલાએ ઉચ્ચ તંત્રને નુકસાનીથી વાકેફ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...