તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:મોરબીમાં અપૂરતા સ્ટોકના લીધે રવિવારે 3813 લોકોને જ રસી મળી

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 3180 ને પ્રથમ ડોઝ, જ્યારે 633 લોકોને બીજો ડોઝ મળી શક્યો

એક સમય હતો કે જ્યારે રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક બન્યાની જાણ થઇ તે પહેલાં તો મોરબી જિલ્લામાં અનેક કેસ આવી ચુક્યા હતા અને સંક્રમિતોને જામનગર, પાલનપુર કે છેક ભુજ સુધી જવાની નોબત આવી પડી હતી. આરોગ્ય કેન્દ્ર અને કોવિડ સેન્ટર્સમાં જગ્યા ઓછી પડવા લાગી હતી અને ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શનની ભયંકર તંગી વરતાઇ હતી.માંડ એ સ્થિતિ થાળે પડી છે અને ધીમે ધીમે અનલોક થવા લાગતાં લોકો કોરોનાને ભૂલવા લાગ્યા છે. પરંતુ આરોગ્યતંત્રએ મોટાભાગની વસતિને વેક્સિનથી સુરક્ષિત કરવાની બાથ ભીડી છે.તો હવે સ્થિતિ એવી સામે આવી રહી છે કે વેક્સિનના ડોઝ અપુરતા થઇ રહ્યા છે. એક તબક્કે જિલ્લામાં 70 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જે સંખ્યા દિનબદિન ઓછી થતી રહી છે. ગત સપ્તાહે તો મંગળવારથી શુક્રવાર સુધી રસી જ ઉપલબ્ધ થઇ ન હોવાથી લોકોને ધક્કા થયા હતા.

મોરબી જિલ્લામાં ગત સપ્તાહના 4 દિવસ સુધી સ્ટોકના અભાવે વેક્સિન કામગીરી બંધ રહ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનેશન કામગીરી શરૂ થઈ છે. જો કે સ્ટોક પૂરતી સંખ્યામાં આવતો ન હોવાથી માત્ર 3000 થી3500 લોકોને વેક્સિન મળી હતી.રવિવારે જિલ્લાના 38 સરકારી અને એક ખાનગી મળી કુલ 39 સેન્ટરમાં વેક્સિનેશન થયું હતું. રવિવારે કુલ 3813 લોકોને વેક્સિન આપવામાં આવી હતી .

આ 3813માંથી 3180 લોકોને પ્રથમ ડોઝ મળ્યો.જ્યારે 633 લોકોને જ બીજો ડોઝ મળ્યો હતો.જો કે આ સંખ્યા બીજો ડોઝ લેવા માટે લાયક હોય તેટલી સંખ્યા કરતો ઘણો ઓછો આંક હતો.રવિવાર સુધીમાં મોરબી જિલ્લામાં કુલ 3,39,642 લોકોને વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે આ 3,39,642માં 2,65,241 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 74,401 લોકોને બીજો ડોઝ મળી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...