ડેમમાં પાણી ઓછું:મોરબી જિલ્લાના 10 ડેમમાં માત્ર 35 ટકા જ જળજથ્થો, મચ્છુ 1 ડેમમાં માત્ર ઓક્ટોબર સુધી ચાલે તેટલું જ પાણી

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ મહિનામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છતાં ઉપરવાસમાંથી આવક ન થતા અનેક ડેમમાં પાણી ઓછું

રાજ્યમાં ચોમાસુ શરૂ થયાના 50 દિવસ કરતા પણ વધુ સમય વીતી ગયો છે. જેમાંથી જૂન મહિનામાં ઓછો વરસાદ થયો હતો જોકે જુલાઈમાં સાર્વત્રિક વરસાદ થયો હતો અને 8 ઇંચથી લઈ 17 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.ઓગસ્ટ મહિનો શરૂ થયા બાદ મોરબી જિલ્લામાં ક્યાં નોંધપાત્ર વરસાદ થયો નથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા પડે છે. કુલ 10 ડેમમાં કુલ 10,829 એમસીએફટીની ક્ષમતા સામે 3805 એમસીએફટી પાણી સંગ્રહ થયુ છે જ્યારે 7024 એમસીએફટી પાણી હજુ ખાલી છે. એટલે કે 35.14 ટકા જેટલું જ જળ જથ્થો ઉપલબ્ધ છે.

જિલ્લામાં મુખ્ય 4 ડેમ એવા છે જેનો ઉપયોગ પીવા તેમજ સિંચાઇ માટે થાય છે જયારે 6 ડેમનો ઉપયોગ માત્ર સિંચાઈ માટે થાય છે. મચ્છુ 1 ડેમમાં હાલ 2435 એમસીએફટી સામે 736 એમસીએફટી જ ભરાયેલ છે એટલે કે કુલ ક્ષમતાના માત્ર 30.24 ટકા જ ડેમ ભરાયેલ છે મચ્છુ ડેમમાં જો સિંચાઇ માટે પાણી ન આપવામાં આવે તો પણ આજની સ્થિતિ માત્ર ઓક્ટોબર માસ સુધી ચાલે તેટલું જ પાણી છે. મચ્છુ 2 ડેમમાં 3104 એમસીએફટી પાણીની ક્ષમતા સામે હાલ 1418 એમસીએફટી જ પાણી ભરાયેલ છે.

એટલે કે આ ડેમમાં 45.67 ટકા પાણી છે અને મોરબી શહેર અને આસપાસના 12 ગામમાં પીવાના પાણીની જરૂરિયાત જોતા ફેબ્રુઆરી સુધી ચાલે તેટલું જ પાણી છે. બ્રાહ્મણી 1 ડેમમાં 2060 એમસીએફટી સામે હાલ 440 એમસીએફટી પાણી ભરાયેલ છે. જે કુલ ક્ષમતાના 21.36 ટકા જેટલુ જ પાણી છે. બ્રાહ્મણી 2 ડેમમાં પણ 699 એમસીએફટી સામે માત્ર 145 એમસીએફટી જ ભરાયેલું છે. ઉપરવાસમાં વરસાદ ન થવાથી મોટા ભાગના ડેમમાં પાણીની આવક થઈ નથી હાલ જેટલી આવક થઈ તે ડેમની નજીકના ગામડામાં તેમજ ડેમની સપાટી પર થયેલા વરસાદને પગલે આવક થઈ હતી.

મોરબીના મચ્છુ 3 ડેમમાં હાલ 282 એમસીએફટીની ક્ષમતા સામે 191 એમસીએફટી એટલે કે 67.83ટકા પાણી ભરાયેલ છે તો ઝીકિયારી નજીક આવેલ ઘોડાધ્રોઇ સિંચાઈના ડેમમાં 243 એમસીએફટી સામે 146 એમસીએફટી ભરાયેલ છે.

ટંકારાના ડેમી 1માં 783 એમસીએફટી ક્ષમતા સામે હાલ 279 એમસીએફટી એટલે કે 35.55 ટકા ભરાયેલ છે તો ડેમી 2 માં 753 એમસીએફટી સામે 316 એમસીએફટી ભરાયેલ છે.ડેમી 3 માત્ર 14 ટકા જ ભરાયેલ છે આ ડેમમાં 339 એમસીએફટી સામે માત્ર 48 એમસીએફટી જ પાણી બચ્યું છે.તો બંગાવડી ડેમ 130 એમસીએફટી માંથી હાલ 85 એમસીએફટી જથ્થા સાથે 65 ટકા ભરાયેલ છે.

જિલ્લામાં જુલાઈ મહિનાના છેલ્લા 5 વર્ષમાં થયેલા વરસાદ(મીમી)ની સ્થિતિ

તાલુકા201720182019202020212022
માળિયા281776097150199
મોરબી63216496131239441
ટંકારા1060219233289253357
વાંકાનેર684153173287262250
હળવદ4395754105115213

ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તો પાકને અસર થશે
મોરબી જિલ્લામાં જૂન મહિનામાં વરસાદ ખેંચાયા જુલાઈ મહિનાના નોંધપાત્ર વરસાદ થયો જે બાદ જિલ્લામાં નોંધપાત્ર વાવેતર થયું અને લગભગ 95 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે કેટલાક ખેડુતો એક મહિના પહેલા વાવેતર કરી નાંખ્યું હતું તેમનો ખેતરમાં પાક લહેરાવવા લાગ્યો છે અને આગામી દિવસોમાં તેમને પિયતની જરૂર પડે તેમ છે જો એક સપ્તાહ દરમિયાન પાકને જરરિયાત મુજબ વરસાદ નહિ પડે તો ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ બની શકે છે અને વરસાદ વધુ ખેંચાય તો ચોમાસુ પાકને નુકશાન પણ કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...