તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે અછત રસીની:મોરબીમાં 70 પૈકી માત્ર 23 સેન્ટર પર રસીકરણ થાય છે, લોકોને રસી લેવી છે, પણ સ્ટોક નથી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ગત ૪ તારીખથી ૧૮ વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ કરાયું છે. શરૂઆતમાં 15 કેન્દ્ર બાદ સ્પોટ રજિસ્ટ્રેશનમાં 70 કેન્દ્રો પર વેક્સિનેશન થતું હતું પરંતુ હાલમાં રસીની તંગીના કારણે શનિવારે ૭૦ ના બદલે 16 સ્થળ જ વેક્સિનેશન થઈ શક્યું હતું. જેના પગલે સારો એવો હોબાળો થયો હતો.

નાના કેન્દ્રો પર 50, મોટા કેન્દ્ર પર 500 જ ડોઝ ફાળવાય છે!
શનિવારે રાત્રે ૪૦૦૦ વેક્સિનનો મોરબી જિલ્લાને જથ્થો ફાળવવામાં આવતા રવિવારે ફરીથી 16 માંથી ૨૩ કેન્દ્રો પર વેક્સિનેશન ચાલુ કર્યું છે. વેક્સિનેશન અધિકારીના જણાવ્યા મુજબ હવે મોરબીને દરરોજ રાત્રે નિયમિત વેક્સિનનો જથ્થો ફાળવાશે. જેના કારણે હવે વેક્સિનેશન બરાબર ચાલશે. રાત્રે મળી ગયેલો જથ્થો વહેલી સવારે કેન્દ્ર પર પહોંચાડી દેવામાં આવે છે. જિલ્લા પાસે ૩૦૦૦ જેટલો કોવિશિલ્ડનો અને ૧૦૦૦ જેટલો કોવેક્નસિન જથ્થો છે. દરેક કેન્દ્રોને જરૂરિયાત મુજબનો જથ્થો ફાળવાય છે તેમાં સૌથી નાના કેન્દ્રો પર 50 અને શહેરી વિસ્તારના મોટા કેન્દ્ર પર 500 ડોઝ ફાળવાય છે. બીજી તરફ વેપારીઓ માટે પણ વેક્સિન અથવા તો 10 દિવસનો નેગેટિવ RTPCR ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવા તાકીદ કરી છે. જિલ્લાના વેપારીઓ માટે રસીની મુદ્દત 10 જૂલાઇ નક્કી કરાઇ છે. લોકોને હવે ઉતાવળ છે,પણ રસી મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...