તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:ઓનલાઇન શિક્ષણ સંભવ નથી ત્યાં શેરી-ફળિયા શિક્ષણ કારગત મોરબી જિલ્લામાં 509 શાળાના 27,743 વિદ્યાર્થી કરે છે અભ્યાસ

મોરબી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
બાળકોનું મન અભ્યાસમાં લાગે તે માટે શિક્ષકોએ આ માર્ગ અપનાવી ભણવાની ટેવ જાળવી. - Divya Bhaskar
બાળકોનું મન અભ્યાસમાં લાગે તે માટે શિક્ષકોએ આ માર્ગ અપનાવી ભણવાની ટેવ જાળવી.

વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે શાળાઓ તથા ક્લાસિસ બંધ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે હેતુથી ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ એટલું અસરકારક સાબિત થતું નથી જેના વિકલ્પ રૂપે ગામડાઓમાં શેરી અને ફળીયા શિક્ષણ શરૂ કરાયું છે. અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં નેટવર્કના પ્રોબ્લેમ્સ થાય છે, વાલીઓ એટલા સધ્ધર નથી કે બાળકોને પર્સનલ મોબાઇલ અપાવી શકે. આ સંજોગોમાં શેરી કે ફળિયા શિક્ષણ ખૂબ જ ઉપયોગી સાબીત થયું છે.આ પ્રકારના શિક્ષણમાં ગામની વિવિધ શેરીઓમાં શિક્ષકો જાય છે અને ત્યાં આસપાસના બાળકોને બેસાડીને ભણાવે છે. ફળિયા શિક્ષણમાં કોઈ મોટા ફળિયા ગામનો ચોરો કે કોઈ જાહેર જગ્યાએ થોડાં બાળકોને એકઠા કરીને શિક્ષક દ્વારા ભણાવવામાં આવે છે મોરબી જિલ્લામાં પણ શેરી ફળિયા શિક્ષણની અસરકારકતા ઓનલાઈન એજ્યુકેશનથી વધુ હોવાથી શિક્ષકો પણ શેરી શિક્ષણ નિયમિત આપતા થયા છે. જિલ્લાની 509 શાળાના 27,743 બાળકો આ રીતે ભણી રહ્યા છે.

શિક્ષકોએ ઘરે ઘરે જઇને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું
ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બાળકો પાસે મોબાઈલ, કોમ્પ્યુટર હોતા નથી, કનેક્ટિવિટી ન મળવાથી ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે સરકારી શાળાના શિક્ષકોએ શેરીએ શેરીએ જઈને બાળકોને શિક્ષણ આપવાની ઝૂંબેશ શરૂ કરી છે. તો બીજી તરફ ગોંડલ પંથકમાં આશરે 30 જેટલી સીમશાળાઓ આવેલી છે જેમાં 1500 થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 90થી વધારે શિક્ષકો દ્વારા છેલ્લા દસ વર્ષમાં ગરીબ ઝૂંપડ પટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ તરફ વાળવામાં આવ્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી મોટાભાગના વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા રહેતા મજૂરી જેવા કામે લાગી ગયા છે,આવા બાળકોને શિક્ષણ તરફ વાળવા શિક્ષકોને ફરી એકડો ઘૂંટવાની ફરજ પડી છે, અને શેરી તેમજ ફળિયા શિક્ષણ આપી અભ્યાસ કરાવાઇ રહ્યો છે.

જિલ્લામાં શેરી ફળિયા શિક્ષણ આપતી શાળા

તાલુકોકુલ શાળાશેરી-ફળીયાની શાળાવિદ્યાર્થીની સંખ્યા
મોરબી1791428620
માળીયા77763380
ટંકારા60573419
વાંકાનેર1591286300
હળવદ1171076024
કુલ59250927743

વાંકાનેરની કુમાર શાળામાં ફોનની સુવિધા વગરના વિદ્યાર્થીઓને અપાય છે શિક્ષણ

વાંકાનેર ભાટિયા સોસાયટી સ્થિત કુમાર શાળાના શિક્ષકો દ્વારા મોબાઈલથી વંચિત બાળકોને શેરી શિક્ષણ દ્વારા આપવામાં આવી રહ્યું છે શિક્ષણ. દરેક વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોનની સગવડતા ન હોવાને કારણે વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે તેથી કુમાર શાળાના શિક્ષકો દ્વારા સોસાયટીમાં શેરીએ ગલીએ તેમજ મંદિર જેવી ખુલ્લી જગ્યામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને શિક્ષણ અપાઇ રહ્યું છે. આ બાબતે કુમાર શાળાના આચાર્ય મનસુખભાઈ વસીયાણીએ જણાવ્યું હતું કે અમારી શાળાનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમારા દ્વારા શેરી શિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

શેરી-ફળિયા શિક્ષણ શા માટે જરૂરી ?

 • ઓનલાઇન શિક્ષણમાં ઘણા વિદ્યાર્થીઓ જોડાતા નથી
 • શાળાઓ બંધ છે
 • આખા પરિવારમાં એક જ સ્માર્ટફોન હોય છે
 • સ્માર્ટફોનમાં નેટવર્કની સમસ્યા રહે છે
 • નેટ રિચાર્જની પણ તકલીફો રહે છે
 • પ્રત્યક્ષ શિક્ષણ મળી શકે છે.

ઓનલાઈનની સરખામણીમાં ફાયદા

 • ઓછા જૂથમાં ભણાવી શકાય
 • વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય
 • અભ્યાસ સિવાયની બાબતો માં સુધારો લાવી શકાય
 • વ્યક્તિગત માર્ગદર્શન આપી શકાય
 • પ્રાયોગિક શિક્ષણ આપી શકાય.

શું નુકસાન થઇ રહ્યું છે

 • શાળા સરખામણીમાં ઓછું શિક્ષણ
 • દરરોજ વિદ્યાર્થીઓ હાજર રહેતા નથી
 • એક સાથે વધુ વિદ્યાર્થીઓને નથી શીખવી શકાતું
 • બાહ્ય ડિસ્ટર્બન્સ વધી જાય છે
 • જાહેરમાં બેસાડવા પડે છે
 • ગર્મી અને વરસાદ નડતરરૂપ થાય
 • બ્લેક બોર્ડ તથા ટી.એલ.એમનો અભાવ
અન્ય સમાચારો પણ છે...