હુકમ:મોરબીમાં ટાઇલ્સ ખરીદીને આપેલો ચેક રિટર્ન થતાં એક વર્ષની જેલસજા

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દહેરાદૂનના શખ્સે 4.59 લાખની ટાઇલ્સ ખરીદી હતી

મોરબીની સિરામીક કંપની પાસેથી ટાઇલ્સની ખરીદી કર્યા બાદ આપવામાં આવેલો ચેક રીટર્ન થતા આ કેસમાં મોરબીની અદાલતે આરોપીને એક વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,59,375 ની ડબલ રકમ રૂપીયા 9,18,750નો દંડ તથા ચેકની રકમના 9% વ્યાજ સહિત વળતર ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.

મોરબીના એક સિરામિક એકમ પાસેથી દહેરાદુનના એક શખ્સ નંદસિંહ કિશનસિંહે વીટ્રીફાઇડ ટાઈલ્સની ખરીદી કરી હતી જેના બીલ મુજબની રકમ રૂપીયા 4,59,375 રકમ ચૂકવવા આરોપીએ ચેક આપેલો, જે ચેક પરત ફરતા રોકડ પેમેન્ટ આપવા માગણી કરી હતી જો કે આરોપીએ રકમ ન આપતા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરિયાદ કરી હતી.

જેના આધારે આ કેસમાં સમન્સની બજવણી થતાં આરોપી અદાલતમાં હાજર થયો હતો અને ત્યારબાદ બે વખત રૂપિયા 50,000 એમ કુલ રૂપિયા 1,00,000 ફરિયાદીને ઓનલાઈન જમા કરાવ્યા હતા. જો કે બાદમાં આરોપી મુદતે પુરાવાના કામે હાજર રહેલા નહી કે ફરિયાદીનો પુરાવો ઉલટ તપાસ લેવા વકીલ મારફતે હાજર રહેતા નહી.

જેથી કેસ ચાલી જતા વકીલની દલીલ અને પુરાવાને ધ્યાને લઈ તારીખ-6-5-2022 ના રોજ એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ વી.એલ.પરદેશીએ આરોપી નંદસિંહ કેશનસિંહને ગુનેગાર માની એક વર્ષની સાદી સજા અને ચેકની બાકી રહેતી રકમ પૈકી રૂપીયા 4,59,375ની ડબલ રકમ રૂપીયા 9,18,750નો દંડ તથા તેમાથી ફરિયાદીને ચેકની રકમના 9% વ્યાજ સહિત વળતર ફરિયાદ કર્યા તારીખથી ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...