ડ્રાઇવ:મોરબીના લાયન્સનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.54,300ની કિંમતનો 5 કિલો 430 ગ્રામ ગાંજો કબજે કરાયો
  • ગાંજાનો જથ્થો સુરતના કતારગામનો વ્યક્તિ આપી ગયાની કબૂલાત

મોરબીના લાયન્સનગરમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો હતો. પોલીસે રૂ.54,300ની કિંમતનો 5 કિલો 430 ગ્રામ ગાંજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં નશાયુક્ત પદાર્થોનું વેચાણ કરી યુવા પેઢીને બદબાદ કરવાનું કાવતરું કરતા શખ્સોને પકડી મુદામાલ કબજે કરવા રાજ્યભરમાં ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં પણ એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી એન.ડી.પી.એસ.ના ગુના શોધવા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ પી.જી.પનારા તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી, દરમ્યાન ગત રવિવારના રોજ પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે ઇકબાલભાઇ ફતેમહમદભાઇ મોવર મિયાણા ઉ.વ.૪૫ પોતાના લાયન્સનગર વિસ્તારમાં આવેલા ભોગવટાના મકાનમાં ગેર-કાયદેસર રીતે કેફી પદાર્થ ગાંજાનુ વેચાણ કરે છે.

ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતાં આરોપી ઇકબાલના કબ્જામાંથી રૂ.54,300ની કિંમતનો 5 કિલો 430 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જ્યારે પોલીસે આરોપી પાસેથી 5.430 કિ.ગ્રા ગાંજો અને 1 મોબાઇલ અને 12,500 રોકડા તથા એક ડિજિટલ વજન કાંટો તેમજ અન્ય ચીજ વસ્તુ મળી કુલ રૂ.72,400રૂ.-નો મુદામાલ કબજે કર્યો હતો.

આરોપીની પૂછપરછ કરતા આ જથ્થો આરોપી ગુલાબભાઇ રહે કતારગામ સુરત વાળો આપી ગયો હોય તેમ જણાવતા બન્ને આરોપી વિરુધ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...