દુર્ઘટના:મોરબીમાં મચ્છુ નદીમાં નહાવા પડેલા ત્રણ પૈકી એક મિત્ર ડૂબ્યો

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નદીના વહેણમાં તરતા થાકી જતા અંતે પાણીમાં ગરક
  • ફાયરની ટીમ શોધી ન શકતાં અંતે એનડીઆરએફની મદદ લેવાઇ

મોરબીના લીલાપર પાસે મચ્છુ નદીમાં ત્રણ મિત્રો નહાવા પડ્યા હતા અને તરતા સામાકાંઠે નદીમાં તરતા જઈને પરત આવતી વખતે થાકી જતા એક યુવાન નદીમાં ડૂબી ગયો હતો. જ્યારે અન્ય બે યુવાન નદીમાંથી હેમખેમ બહાર નીકળી જતા બન્નેનો બચાવ થયો છે. હાલ આ યુવાનની ફાયર બ્રિગ્રેડ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરી છે. મોરબીના યમુનાનગર સોસાયટીમાં મૂળ બિહારના વિષ્ણુભાઈ શાહ નામનો યુવાન તેના બે અન્ય મિત્રો સાથે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાનથી આગળ આવેલ ફિલ્ટર પ્લાન્ટ પાસે વહેતી મચ્છુ નદીમાં ન્હાવા પડ્યા હતા.

એ ત્રણેય યુવાનો નદીમાં તરતાં તરતાં છેક સામાકાંઠે ગયા હતા અને ત્યાંથી ફરી મચ્છુ નદીમાં તરતા તરતા ત્રણેય યુવાનો પરત આવી રહ્યા હતા. મચ્છુ નદીમાં સતત પાણી છોડતા પાણીના તેજ પ્રવાહને કારણે આ ત્રણેય યુવાનો તરતા તરતા થાકી ગયા હતા. આથી વિષ્ણુ નામનો યુવાન સામાકાંઠેથી રિટર્ન આવતી વખતે નદીમાં ગરકાવ થઈ ગયો હતો.જ્યારે અન્ય બે યુવાનનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...