તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના ખાટકીવાસમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં બન્ને પક્ષે એક એક વ્યક્તિની લોથ ઢળી હતી.આ ડબલ મર્ડર કેસમાં સામસામી ફરિયાદ બાદ પોલીસે એક પછી એક આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.જેમાં પોલીસે વધુ એક આરોપીને બે હથિયારો સાથે ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં આવેલ રાજપૂત બારશાખ શેરીમાં ગત રવિવારે રફીક મેમણ અને મમુદાઢી જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં લોહિયાળ જંગ ખેલાયો હતો.જેમાં દેશી બનાવટની બંદૂકમાં ફાયરીગ તથા ઘાતકી હથિયારો સાથે બન્ને જૂથ વચ્ચે ધીંગાણું ખેલતા બન્ને પક્ષના એક એક વ્યક્તિની હત્યા થઈ હતી.આ ડબલ મર્ડર કેસમાં બન્ને જૂથોએ સામસામી ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ દૌર શરૂ કર્યો હતો.જેમાં અત્યાર સુધીમાં બન્ને પક્ષ મળીને 13 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.જેમાંથી છ આરોપીઓના રિમાન્ડ પુરા થતા આ તમામને જેલહવાલે કરાયા છે.જ્યારે 3 કિશોરને રાજકોટ બાળ સુધારણા ગૃહમાં મોકલાયા છે.ત્યારે હવે આ કેસમાં વધુ એક આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબૂબભાઈ ચાનીયાની બે દેશી બનાવટની બંદૂક અને એક કારતુંસ સાથે પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.રિમાન્ડ દરમ્યાન આ હથિયારો ક્યાંથી મંગાવેલા અને કેટલા રાઉન્ડ ફાયરીગ કર્યા તે સહિતની વિગતો બહાર આવશે.
7 આરોપીના રિમાન્ડ પૂર્ણ, જેલહવાલે
મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થયેલ.ફાયરિંગ અને ડબલ મર્ડરની ઘટનામાં બન્ને પક્ષના 22 લોકો વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદ બાદ જેમાં પોલીસે કુલ 14 આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા. જે પૈકી 13 આરોપીના સોમવારે રિમાન્ડ પૂર્ણ થતા ફરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરાયા હતા. બને પક્ષની દલીલ અને પોલીસના નિવેદન આધારે મેજિસ્ટ્રેટ દ્વારા જેલહવાલે કરવામાં આવ્યા છે, તો ઝડપાયેલો આરોપી ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબ ચાનીયા પાસેથી બે હથિયારો જપ્ત કર્યા હતા. આ જ પ્રકરણમાં ઝડપાયેલા અન્ય આરોપી રઉફ રફીકભાઈ માંડવીયાના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે જે બાદ તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.તો આ ઘટનામાં ફાયરિંગ કરનાર પક્ષમાંથી આરોપી મમુ દાઢી સહિતના ત્રણ ઈસમો હજુ ફરાર છે. જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે તો ફાયરીંગમાં વપરાયેલ એક હથીયાર હજુ રીકવર કરવાનું બાકી હોય જે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.