તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માળિયા નજીક અકસ્માતમાં એકનું મોત

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબી માળિયા નેશનલ હાઇવે પર પેટ્રોલ પમ્પ પાસે એક આઈસર વાહન આગળ જતાં અન્ય એક વાહન સાથે અથડાયું હતું.ઘટનામાં આઈસર ચાલકનું મોત નીપજ્યું હતું.માળિયા નજીક હાઇ-વે પાસે જી.જે 18 બી. ટી.250 નંબરનૉ આઈસર રવિવારે વહેલી સવારે એક અજાણ્યાં વાહન સાથે પાછળ ઘુસી ગયો હતો. જેમાં તેના બોનેટનાં ભાગનૉ બુકડો બોલી ગયો હતો. ઘટનામાં આઈસર ચાલક અનિલ કુંમાર રામલલક પાલ ને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવમાં બાદ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. આ અંગે માળિયા પોલીસે અકસ્માત મોત અંગે નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...