• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • One Killed And One Injured When An Uncontrolled Car Hit A Bike On Maliya Halwad Highway; The Police Registered A Complaint And Conducted An Investigation

અકસ્માતમાં વૃદ્ધે જીવ ગુમાવ્યો:માળીયા હળવદ હાઇવે પર બેકાબૂ કારે બાઇકને અડફેટે લેતાં એકનું મોત એક ઘાયલ; પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માળીયા હળવદ હાઇવે પર બેકાબૂ કારે બાઇકને પાછળથી અડફેટે લેતા બાઇક ચાલક વૃદ્ધનું મોત થયાની ઘટના સામે આવી હતી. તેમની સાથે સવાર અન્ય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓ હાલ સારવાર હેઠળ છે. સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

માથાના ભાગે ઇજાઓ પહોંચતા મોત
મળતી માહિતી મુજબ માળિયાના મોટા દહીંસરા ગામના રહેવાસી 65 વર્ષીય કાનજી રાજા સાથલીયાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે, ગત તારીખ 09 ડિસેમ્બરના રોજ તે 70 વર્ષીય સામત નોંઘા ભરવાડ સાથે બાઈક નંબર GJ03EJ5122માં સવાર થઈને માળીયા હળવદ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતાં. આ દરમિયાન મોટર સાયકલ સામત ચલાવતા હતાં. એ સમયે સુસવાવ ગામના પાટીયા પાસે આરોપીએ પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટર સાયકલને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે સામતને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે કાનજીને ડાબી આંખ ઉપર, બંને હાથે, છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...