આઈસર કાળ બની ત્રાટક્યો:હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર આઈસરની ઠોકરે બાઈક સવાર એકનું મોત, એકને ઈજા

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હળવદ પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પરથી પસાર થતા ડબલ સવારી બાઈકને આઈસર ચાલકે ઠોકર મારી હતી. જે અકસ્માતમાં બાઈકમાં સવાર એક વ્યક્તિના માથે આઈસર ટ્રકનું વ્હીલ ફરી જતા મોત થયું હતું. જયારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે.

આકસ્માતમાં એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચી
હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા દિલીપભાઈ મનસુખભાઈ રાજપરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી આઈસર ટ્રક જીજે 09 એવી 9223ના ચાલકે આઈસર ટ્રક પુરઝડપે ચલાવી હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ઝેટકો સબ સ્ટેશન સામે આકસ્માત સર્જ્યો હતો. જેમાં આગળ જતા મોટરસાયકલ જીજે 06 ડીએ 9134ને પાછળથી ભટકાડી ઠોકર વાગતા બાઈકમાં સવાર અશોકભાઈ અને કેશવભાઈ રોડ પર પડી જતા આઈસર ટ્રકનો ટાયરનો જોટો અશોકભાઈના પેટના ભાગે ફરી વળતા અશોકભાઈનું મોત થયું હતું. જયારે કેશવભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...