હળવદ તાલુકાના ટીકર (રણ) ગામમાં દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના ટીકર (રણ) ગામની સીમમાં ટીકર જવાના કોઝવે પાસે એક ઇસમ હથિયાર સાથે નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જેમાં ટીકર જવાના કોઝ પાસેથી આરોપી હબીબ ઉર્ફે બદીયો હાસમ ભટ્ટી (ઉં.વ.30) રહે. ટીકર સંધીવાસ તા. હળવદ વાળાને દેશી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ નંગ 01 કીમત રૂ. 10.000 જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
અન્ય એક વ્યક્તિનું પણ નામ ખુલ્યું
હથિયાર પ્રકરણમાં ઝડપાયેલ આરોપીએ હથિયાર સપ્લાય કરનારમાં આરોપી રસિંગ ઇકસિંગ આદિવાસી રહે લક્ષ્મીનગર મોરબી મૂળ રહે. એમપી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.