કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં એક કેસ કોરોના પોઝિટિવ, 2 દર્દી ડિસ્ચાર્જ, 1,62,924 લોકોના ટેસ્ટ, 3340 લોકો સંક્રમિત થયા

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સાવ નહિવત થઈ ગયું હોય તેમ.જિલ્લામાં.દરરોજ નામ માત્ર કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે.મોરબી જિલ્લામાં બુધવારે કુલ 340 લોકોના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.જેમાથી માત્ર મોરબી શહેરમાં જ 1 કેસ જ પોઝિટિવ આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકા સહિત એક પણ તાલુકા કેસમાં નવા કેસ આવ્યો ન હતો.

બીજી તરફ મોરબી શહેર અને વાંકાનેરમાં 1-1 દર્દી સ્વસ્થ થઈ જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.મોરબી જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન કુલ 162,924 લોકોના સેમ્પલટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી કુલ 3340 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 3093 દર્દી સ્વસ્થ થઈ ગયા હતા. જ્યારે 35 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 19 દર્દીના મોત કોરોનાને કારણે થયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા સતાવાર નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...