• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • One Case Came Positive In Sarthak Vidyamandir And St. Mary's School In Morbi District, A Total Of 26 Patients Infected With Corona

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં સાર્થક વિદ્યામંદિર અને સેન્ટ મેરી સ્કૂલમાં એક એક કેસ પોઝિટિવ આવ્યા, કુલ 26 દર્દી કોરોના સંક્રમિત

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ દસ્તક દઇ દીધી છે. દિન પ્રતિદિન કોરોનાના વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં શનિવારે 1309 દર્દીઓને સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં સાર્થક વિધામંદિર અને સેન્ટ મેરી સ્કુલમાં બે વિદ્યાર્થી સહિત 26 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા. મોરબી શહેરમાં 20 દર્દી,ગ્રામ્ય 3 દર્દી પોઝિટિવ આવ્યા હતા આ ઉપરાંત ટંકારામાં 2 અને માળિયાના 1 કેસ સામે આવ્યા હતા.

મોરબી જિલ્લા આજ દિન સુધી માં એક્ટિવ કેસની સંખ્યા 142 સુધી પહોંચી ચૂકી છે. રાહતની વાત એ રહી કે જિલ્લામાં હાલ એક પણ દર્દીનું મોત થયું નથી સાથે સાથે મોરબીના 7 અને ટંકારામાં 1 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 6673 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેમાથી 6190 દર્દી ડિસ્ચાર્જ થઈ ચૂકયા છે.તો 87 દર્દીના મોત જાહેર કરવામાં આવ્યા છે.

પોઝિટિવ દર્દી વેક્સિનેટેડ છે
મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા છે. જો કે તેમાંથી મોટા ભાગના દર્દીઓએ વેક્સિન નો પ્રથમ અથવા બીજો ડોઝ લઈ લીધો છે જેના કારણે હાલ દર્દીઓમાં કોરોનાં ગંભીર લક્ષણ જોવા મળ્યા નથી, હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને અમારા આરોગ્ય કર્મીઓની દેખરેખ હેઠળ છે. > ડો.સી એલ વારેવડિયા, કોવિડ નોડલ ઓફિસર

મોરબી જિલ્લામાં શનિવારે 7874 લોકોને વેક્સિન અપાઈ
મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વય જૂથમાં વેકસીન અભિયાન ચલાવી રહી છે.અને આ કામગીરીના ભાગરૂપે શનિવારે 15થી17 વયના 853,18થી44 વયના 5558 યુવાનો,45થી60 વયના 970 તેમજ 60થી વધુ 493 વૃદ્ધ મળી કુલ 7874 લોકોને વેકસીન આપી હતી. જો કે હવે ધો. 1 થી 9 સુધીની શાળાઓ બંધ હોવાથી એ વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર ન હોવાથી તેમનું વેક્સિનેશન થયું નથી.

અન્ય સમાચારો પણ છે...