તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોરબીના કોયલીમાં દોઢ વર્ષની બાળકીનું કૂંડીમાં પડતાં મોત

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાડીમાં રમતી હતી એ વેળાએ કૂંડીમાં ખાબકી

મોરબીના કૃષ્ણનગર(કોયલી) ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની દીકરી વાડીમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.મોરબીના કૃષ્ણ નગર કોયલી ગામે રહેતા અને ખેત મજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મહેશભાઈ કટારીયાની દોઢ વર્ષની દીકરી કનિષ્ઠા રવિવારે મોડી સાંજે વાડીમાં રમતી હતી, તે દરમિયાન ખેતર પાસે આવેલી પાણીની કુંડીમાં અકસ્માતે પડી ગઇ હતી અને કુંડીમાં રહેલું પાણી પી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

રમતી રમતી બાળકી અચાનક ગૂમ થઈ જતા પરિવારજનોએ શોધખોળ કરી હતી પણ પત્તો ન લાગયો ન હતો. જે બાદ બાળકીની લાશ કુંડીમાંથી મળી આવતા પરિવાર બેબાકળો બની ગયો હતો. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો. જે આ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો