તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ભક્તિ:મોરબીમાં સવા લાખ શિવલિંગ બનાવાયા, આજે સોમવતી અમાસે પૂજન-અર્ચન કરાશે

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર વિશ્વની સુખાકારી અને શાંતિ માટે ભોળાનાથને પ્રાર્થના કરાશે

ધાર્મિકતા અને શ્રદ્ધાની દ્રષ્ટિએ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે જો સોમવાર આવતો હોય તો તે દિવસનો ખૂબ શુભ અને લાભકારી માનવામાં આવે છે.આ દિવસે ભોળાનાથની પૂજા-અર્ચના કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી માન્યતા છે, ત્યારે આજે સોમવારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે આ સોમવારે મહાદેવની ભક્તિ કરવા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ તથા નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા મોરબીમાં પ્રથમ વખત શિવલિંગ બનાવીને તેની પૂજા કરવામાં આવશે તેમ જ સમગ્ર વિશ્વની સુખાકારી અને શાંતિ માટે ભગવાન શંકરને પ્રાર્થના કર્રાશે.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગ તથા નીલકંઠ મહાદેવ શંકર આશ્રમ દ્વારા શનિવાર રાત્રીથી માટીના શિવલીંગ બનાવવામાં આવી રહ્યા હતા, જેમાં ગ્રુપની 100થી વધુ મહિલાઓ તથા મંદિરના પૂજારી ગુલાબગીરી સહિતના લોકો જોડાયા છે રવિવારે દિવસભર તથા રાત્રી આખી જાગીને સોમવારે સવારમાં સવા લાખ શિવલિંગ તૈયાર થયા હતા જેમાં શહેરના અન્ય લોકો પણ આ પાવન કાર્યમાં શ્રમદાન આપવા જોડાયા હતા.આ સવા લાખ શિવલિંગની સાંજે ત્રણ થી પાંચ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ખાસ પૂજા વિધિ કરવામાં આવશે.

વિશ્વશાંતિ અને સુખાકારીનો હેતુ
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના નામના રાક્ષસે પંજો જમાવ્યો છે જેના કારણે લોકોની શારીરિક માનસિક અને આર્થિક શાંતિને ખૂબ અસર થઈ છે પરંતુ ભગવાન ભોળાનાથની સાચા હૃદયથી આરાધના કરવામાં આવે તો આ સંકટમાંથી ઝડપથી બહાર આવી શકશું આ પૂજા કોઈ વ્યક્તિગત કે સંસ્થા માટે નથી પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ, સ્વાસ્થ્ય અને ભાઈચારો કેળવાય તે માટે છે. > દેવેન્દ્ર રબારી, મેન્ટોર યંગ ઇન્ડિયા ગ્રુપ.

અન્ય સમાચારો પણ છે...