પ્રામાણિકતા:મોરબીમાં પોલીસ જવાને દોઢ લાખ રોકડા, આઇપેડ સાથેની બેગ પરત કરી

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રામાણિકતા દર્શાવી પોલીસે પોતે પ્રજાની મિત્ર છે એ ઉક્તિ સાર્થક કરી

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીને રસ્તામાંથી રૂપિયા દોઢ લાખ રોકડ, આઇપેડ અને પેન ડ્રાઇવ ભરેલી એક બેગ મળી આવી હતી.જે બાદ પોલીસે તેના મૂળ માલિકની તપાસ કરાવી હતી અને મૂળ માલિકને શોધી બેગ સહી સલામત પરત કરી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત કરવા પ્રયાસ કર્યો હતો.

મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં ફરજ બજાવતા અના પો.હેડ.કોન્સ જગદિશભાઇ જીવણભાઇ ડાંગર, પો.કોન્સ. મનોજભાઇ નારણભાઇ ગોખરૂ એમ બધા લગધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમા ટાઉનશીપ રોડ તરફ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચ્યા તે દરમિયાન રોડ ઉપર નીચેના ભાગે એક લેધર બેગ સારી હાલતમાં પડેલી જોવા મળતાં પો.કોન્સ. લાલભા ચૌહાણે તે લેધરબેગ તપાસતા તેમાં રોકડ રૂપિયા 1.50 લાખ રોકડા,તથા એક આઇપેડ તથા એક પેનડ્રાઇવ તથા ડાયરી એમ વસ્તુ મળી હતી.

કોઇ રાહદારીનો કિંમતી સામાન હોય અને તેની જરૂરીયાતને સમજી પોલીસ કર્મીએ પ્રમાણિકતા દાખવી હતી અને તેના માલિકની શોધખોળ કરી આ બેગના માલિક પાર્થભાઇ જયંતીભાઇ કાલરીયા ઉવ.૨૮ ધંધો. વેપાર રહે. શનાળા રોડ મોરબી વાળાનું હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પોલીસ કર્મીએ માલિકની ખરાઇ કરી તેઓને પો.સ્ટે. ખાતે બોલાવી વસ્તુ પરત સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...