ગ્રામ્ય પંથકના સરપંચના પુત્રએ દોઢ લાખની લાંચ માંગી હતી. જે લાંચ લેવા માટે વાંકાનેરના ગુલશન પાર્ક ખાતે સરપંચનો પુત્ર આવ્યો હતો. ત્યારે એસીબી ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ એક જાગૃત નાગરિકે મોરબી એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં રાજકોટ જિલ્લાના સણોસરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જુબેદાબેન હોય અને ફરિયાદીના શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મંજુરી કોન્ટ્રાકટ રાખેલી હોવાથી જેની મંજુરી ગ્રામ પંચાયતમાંથી લેવાની હોય અને સરપંચને લગતા કામ સરપંચનો દીકરો રાહીદ કરતો હોય છે. જેની સાથે વાતચીત કરતા બાંધકામ મંજુરી આપવાના રૂ.2.50 લાખની લાંચ માંગી હતી અને રકજકના અંતે રૂ.1.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોવાથી જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી.
જેથી રાજકોટ એકમના મદદનીશ નિયામક વી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ જે એમ આલની ટીમે ટ્રેપ ગોઠવી હતી અને આરોપી રાહીદ રઝાક શેરશીયા (ઉ.વ.26) વાળો વાંકાનેરના ગુલશન પાર્ક મેઈન રોડ પર આર કે વોટર સપ્લાય ખાતે આવ્યો હતો. જેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.