તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબી-માળિયા હાઇવે પર આગળની કારે અચાનક બ્રેક મારી, 5 વાહન ટકરાયા

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક સાથે 5 વાહનો ટક્કરાતા ટ્રાફિકજામ, સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ

મોરબી માળીયા (મી.) નેશનલ હાઇવે પર આવેલા નાગડાવાસ ગામ નજીક બે ટ્રક, બે કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કોઈ જાનહાની ન થતા વાહન ચાલકોના જીવમાં જીવ આવ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.બનાવની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ અને માળીયા પોલીસ ઘટનાં સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી.

મોરબી માળીયા નેશનલ હાઇવે પર નાગડાવાસ ગામ નજીક આજે બપોરે એક અજાણ્યા વાહને અજાણ્યા કારણોસર કાબુ ગુમાવતા બે ટ્રક અને બે કાર સાથે અથડામણ થઇ હતી. જેમાં એક ટ્રક અન્ય એક ટ્રકની પાછળ ઘુસી ગયો હતો. તેમજ બે કાર ટ્રક સાથે ભટકાઈ હતી. આથી, બંને કારના આગળના ભાગે ખાસ્સું નુકસાન પહોંચ્યું છે.

આ અકસ્માતમાં એક અજાણ્યું વાહન, બે કાર નં. GJ-36-R-6424 અનેનGJ-36-R-0487, ટ્રક નં. GJ-36-T-7522 અને GJ-06-BV-5966, એમ પાંચ વાહનો ટકરાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે અકસ્માતના લીધે જાનહાનિના અહેવાલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો