ગામ શોક સંતપ્ત:હળવદની સોલ્ટ ફેક્ટરીમાં અધિકારીઓના ધામા, તપાસનું નાટક

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેબર, શ્રમ આયુક્ત અને સુરક્ષા કચેરીના સંબંધિતો હજુ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, ફેક્ટરીની દીવાલની ગુણવત્તા તેમજ શ્રમિકોની નોંધણી થઈ છે કે કેમ તેની તપાસના ગાણાં
  • ​​​​​​​વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા

મોરબીના હળવદ પંથકમાં આવેલ સાગર ફૂડ કેમ નામની મીઠાની ફેકટરીમાં બુધવારે બપોરે દીવાલ પડવાની ઘટના બની હતી જેમાં 12 નિર્દોષ મજૂરના મોત થયા હતા. આ ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા હતા. ખુદ પીએમ મોદી અને ગૃહ મંત્રીએ દુખ વ્યક્ત કર્યું હતું તો મુખ્યમંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિજનોને મળી સાંત્વના પાઠવી હતી તો જિલ્લા વહીવટી તંત્રને પણ 3 દિવસમાં સમગ્ર ઘટનાની તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.જે બાદ વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

અને ઘટનાની ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી જેમાં ફેકટરીમાં શ્રમિકોની સંખ્યા તેમની સુરક્ષા બાબતે કોઈ પગલાં લેવાયા હતા કે કેમ, ફેકટરીની દીવાલમાં વપરાયેલા મટીરીયલની ગુણવતા ચકાસવા જમીન દોસ્ત થયેલ દીવાલના કાટમાળના સેમ્પલ લેવા,એફ એસ એલ રિપોર્ટ અંગે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફેકટરીના અલગ અલગ વિભાગની મુલાકાત લઈ ફેકટરીના માલિકોને મળી પૂછપરછ હાથ ધરી હતી.

જો કે અધિકારીઓ દ્વારા તેમની તપાસ અંગે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.અને સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ રાજય સરકારમાં સોંપવામાં આવશે અને તેમના દ્વારા દુર્ઘટના અંગે સ્પષ્ટતા કરશે તેવો બચાવ કર્યો હતો. બીજી તરફ આપના આગેવાનોએ મામલતદારને આવેદન આપી બેદરકારો સામે કડક હાથે કામ લેવા માગણી કરવામાં આવી છે.

ફેકટરીમાં બાળકો રમતા હોય અને ભોગ બન્યાનો માલિકોનો લૂલો બચાવ
મીઠાની ફેકટરીમાં શુક્રવારે બનેલી ઘટનામાં 3 વર્ષના બાળકથી લઈ 15 વર્ષ સુધીના 4 બાળકોના મોત થયા હતા. જ્યારે 2 બાળકીને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં હાલ ફેકટરી માલિકોએ બાળ મજૂર કામ નહીં કરતા હોવાનો બચાવ કર્યો હતો, અને રમતા હતા અને આ બનાવ બન્યાનું રટણ કર્યું હતું. જોકે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો હતો. કે શું આ ફેકટરીમાં બાળક નાના બાળકો મજૂરી કરતા હતા કે કેમ? અને જો મજુરી ન કરતા હતા તો બાળકોને રાખવા ઘોડિયાઘરની વ્યવસ્થા કેમ કરી ન હતી? આ બાબતોમાં પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

લોકોનો મૃતકના પરિવારને મદદરૂપ થવા સંકલ્પ
હળવદ વ્યાપારી મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ અને સામાજિક સંસ્થા દ્વારા શહેર બપોર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાતા ગુરુવારે તમામ દુકાનદારોએ ધંધા રોજગાર બંધ રાખીને મૃતકોને હરસિધ્ધિ માતાજીના મંદિર ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમસ્ત ગ્રામજનો દ્વારા મૃતકના પરિવારને મદદરૂપ થવા માટે સંકલ્પ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...