તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નગરસેવિકાના પુત્ર પર હુમલા કેસમાં 4 સામે ગુનો

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીની પિતરાઈ બહેન સાથે યુવકના ફઇના દીકરાએ પ્રેમ લગ્ન કરતા કર્યો હુમલો

મોરબીના મહિલા કાઉન્સિલર પુત્ર પર બે દિવસ પહેલા 4 જેટલા શખ્સે છરી ધોકાથી હુંમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે 2 નામ જોગ જ્યારે 2 અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા અને મોરબી પાલિકાના મહિલા કાઉન્સિલર લાભુબેન પરબતભાઇ કરોતરાના પુત્ર હિરેનભાઇ પરબતભાઇ કરોતરા ઉપર બે દિવસ પહેલાં વિશાલભાઇ ઉપેન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેન્દ્રભાઇ ખાંભલા અને અજાણ્યા ચાર શખ્સોએ હિરેનભાઈ પર છરી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો.

બનાવ અંગે એ ડિવિઝન પોલીસે હિરેનભાઈની ફરિયાદના આધારે આરોપી વિશાલભાઇ ઉપેન્દ્રભાઇ ખાંભલા, ધમાભાઇ ઉપેન્દ્રભાઇ ખાંભલા તથા અજાણ્યા ચાર માણસો સામે ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે તેના ફઇના દીકરાએ આરોપીઓના કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેનો ખાર રાખી હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો