જનતાએ નેતાને ખખડાવ્યા:ધારાસભ્ય લલિત કગથરાની સામે જ કહ્યું- 'કાકાના કામ નહીં, પણ કાંડ બોલે છે, ખાલી મત લેવા જ આવવાનું'

મોરબી11 દિવસ પહેલા

ચુંટણીનો રંગ જેમ જેમ જામતો જાય છે, તેમ તેમ ઉમેદવારો ગામડે ગામડે પોતાને મત આપવા મતદારો પાસે રીતસર કાલાવાલા કરવા રઘવાયા થયા છે. પોતે અને પક્ષે કરેલા કામોના ગુણગાન ગાતા થયા છે. ત્યારે મોરબીના ટંકારા વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરા ચૂંટણી પ્રચાર અર્થે રફાળિયા ગામે ગયા હતા. જ્યાં તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નેતાજી જવાબ આપવામા હિચકિચાટ અનુભવ્યો હતો. જવાબ ન આપી શકનાર વર્તમાન ધારાસભ્ય એ વીડિયો રેકોર્ડીંગ કરી રહેલા યુવાનને પણ રોક્યો હતો. પરંતુ જેટલુ રેકોર્ડિંગ થયું એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. તો આવો જાણીએ કે પ્રચાર દરમિયાન મતદારો એ શું કહ્યું?

યુવકે MLAને ખખડાવી નાખ્યાં
યુવકે MLAને ખખડાવી નાખ્યાં

લલિત કગથરા સ્લોગન સાથે પ્રચારમાં ઉતર્યા
વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી ગઈ છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદાતાઓને રીઝવવા રીતસર ઉંધા માથે થયા છે. પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે ટાંટીયા તોડી રહ્યાં છે. એ વખતે ટંકારા-પડધરી બેઠકમાં કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ફરી આ વખતે ચૂંટણી જંગે ઉતર્યા છે. તેઓ કાર્યકરો સાથે દરેક ગામડે પહોંચી પોતે ગત ટર્મમાં કરેલા લોકકાર્યોની ગાથા ગાતા અને પોતે જાતે જ મતદારોમાં પોતે કાકા તરીકે ઓળખાતા હોય એવી જાતે ઓળખ ઉભી કરી મોટા હોર્ડીગ બેનરોમાં 'કાકાના કામ બોલે છે' સ્લોગન સાથે પ્રચારમાં ઉતર્યા છે. કાકાની ઈમેજ મતદારોએ નથી આપી પરંતુ જાતે જ કાકા બની બેઠેલા લલીતકાકા પોતાના મતવિસ્તારના રફાળીયા ગામે પહોંચી કાકાના કામ બોલે છે. એવુ કહી મત માંગવા પહોંચતા જ મતદાતા યુવકોએ કોંગ્રેસના ઉમેદવાર લલીત કગથરા (લલીતકાકા)ને બરાબરના આડે હાથ લીધા હતા.

બોલતી બંધ કરાવી દેતો વીડિયો વાયરલ
યુવા મતદારોએ કાકાએ શું કામ કર્યા છે? એવા સામે સવાલ કરી કાકાના કામ નહીં કાંડ બોલે છે. એવુ સણસણતુ મોંઢામોંઢ ચોપડીને કાકા કોઈ પ્રકરણે મદદરૂપ થવાના બદલે નડતર થયાનું જણાવ્યું હતુ. ઉપરથી ખરા ટાઈમે મદદ માંગવા છતા મદદ કરી ન હોવાનું કહીં સામે પક્ષે તેમના નિકટના હોવાથી ફરીયાદીને પરેશાન કરવાનો રોલ ભજવ્યાનું આળ ચડાવી કયા મોઢે મત માંગવા આવ્યા છો? કહી ઉમેદવારની બોલતી બંધ કરાવી દેતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...