તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મોરબીમાં ફાયર સેફ્ટી મુદ્દે 517 મિલકતધારકને નોટિસ

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ પાલન ન કરનારા આસામીઓની મિલકતની આગામી સપ્તાહમાં સીલિંગની કાર્યવાહી

મોરબી નગરપાલિકા દ્વારા હાઇકોર્ટની સુચના મુજબ ફાયર સેફટીના નિયમનનું પાલન ન કરનારા તથા બિલ્ડીંગ માટેની મંજૂરી ન લેનારા તમામ માલિકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે. અને એક સપ્તાહમાં સરકારી નિયમોનું પાલન ન કરનારા આસામીઓની મિલકત સીલ પણ કરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પીઆઈએલ 118 અન્વયે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ તથા નગરપાલિકાઓને ફાયર સેફ્ટી મુદ્દે કડક પગલા લેવા આદેશ કરાયો છે. જે અન્વયે હોસ્પિટલો, શાળા, કોલેજો, કારખાનાઓ, શો રૂમ, હોટેલ તથા રેસ્ટોરન્ટમાં અગ્નિ શામક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહે છે.

જેમાં 500 ચોરસ મીટરથી વધુ અને 10 મીટરથી વધુ ઊંચાઈ ધરાવનારા તમામ આસામીઓને ફાયર વિભાગનું એનઓસી લેવું જરૂરી છે. જ્યારે આનાથી ઓછી જગ્યા ધરાવનારાઓને સેલ્ફ ડિક્લેરેશન કરવાનું રહેશે. શહેરમાં નિયમનો ભંગ કરીને એ અાંશિક ભંગ કરીને ખડકી દેવામાં આવેલી ઇમારતોમાં ચેકિંગ કરીને યાદી તૈયાર કરવામાં આવી છે અને સંબંધિતોને નોટિસ ફટકારાઇ છે. જો કે પાલિકા આ ઇમારતોના માલિકો સામે ક્યારે અને કેવાં પગલાં લેશે તે તો સમય કહેશે. આગામી સપ્તાહમાં મિલકત સીલની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ચીફ ઓફિસરે ઉચ્ચારી છે.

મંજૂરી વિનાના બાંધકામો પણ સીલ કરાશે
મોરબીમાં મંજૂરી વિનાના બાંધકામોનો ખડકલો થયેલો છે. જેમાં સરકારી નીતિ-નિયમોનો ઉલાળિયો કરીને મન ફાવે તેમ બાંધકામો થાય છે. આવા 161 બિલ્ડીંગને નોટિસ પાઠવવામાં આવી છે. અને આગામી સમયમાં આવી હાઇરાઇઝ બિલ્ડીંગોને સીલ કરાશે તથા પાણી અને ગટર કનેક્શન કાપવામાં આવશે. આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા હાઇકોર્ટમાં ડેટા પણ રજૂ કરવાનો છે. > ગીરીશ સરૈયા, ચીફ ઓફિસર, મોરબી​​​​​

નોટિસ અપાઇ
શાળા કોલેજ80
હોસ્પિટલ60
કારખાના167
રહેણાંક બિલ્ડિંગ161
વ્યાપારી બિલ્ડિંગ64
હોટલ રેસ્ટોરન્ટ79

પેનલ્ટી પણ વસૂલાશે
​​​​​​​નોટિસમાં જણાવાયુ છે કે બિલ્ડિંગ યુઝ પરમિશન તથા ફાયર એનઓસી આપવાનું રહેશે. હાઈરાઈઝ બાંધકામ તથા વપરાશ અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે. જે નોટિસ મળ્યાના 3 દિવસમાં રજૂ કરવાના રહેશે. જેના પાણી-ગટર કનેક્શન ઉપરાંત વીજ વિભાગને પણ રદ કરવા દરખાસ્ત કરાશે. આ અંગે પેનલ્ટી પણ વસૂલાશે.

અન્ય સમાચારો પણ છે...