તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:માળિયા નગરપાલિકા બેઠકો માટે એક પણ ફોર્મ ન ભરાયું

મોરબી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 પાલિકામાં 212 ફોર્મ, તાલુકા પંચાયતમાં 102 ફોર્મ ઊપડ્યા

મોરબી જિલ્લામાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ ધીમે ધીમે માહોલ જામતો હોય તેમ દીવસે ફોર્મ ચૂંટણી અધિકારીઓની કચેરીમા ઉમેદવારી ફોર્મ લેવા અને જમા કરનારની સંખ્યા વધી છે. જિલ્લાની મોરબી, માળીયા અને વાંકાનેર ત્રણ નગરપાલિકા માટે કુલ 212 ફોર્મ ઊપડ્યા હતા જયારે મોરબી પાલિકામાં 8 ફોર્મ જમા થયા હતા તો વાંકાનેરમાં 2 ફોર્મ જમા થયા હતા જ્યારે માળીયા મિયાણામાં એક પણ ફોર્મ જમા થયું ન હતું.

5 તાલુકા પંચાયત બેઠકમાંથી મોરબી તાલુકા પંચાયતમાં 38 ઉમેદવારોએ ફોર્મ ઊપડ્યા હતા જ્યારે 10 ફોર્મ જમા થયા હતા તો વાંકાનેરમાં 29 ફોર્મ ઊપડ્યા હતા જ્યારે 35 ફોર્મ જમા થયા હતા, તો માળીયા તાલુકા પંચાયત માટે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું.પણ એક ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવાઇ ન હતી. ટંકારા તાલુકા પંચાયત માટે 35 ફોર્મ ઊપડ્યા હતા અને 1 ફોર્મ જમા થયું હતું.હળવદ તાલુકા પંચાયત માટે આજે એક પણ ફોર્મ ઉપડ્યું ન હતું કે જમા થયું ન હતું. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે કુલ 43 ફોર્મ ઊપડ્યા હતા જ્યારે 20 ફોર્મ જમા થયા હતા.

6 વોર્ડ માટે ભાજપના 24 ઉમેદવાર
માળીયા નગર પાલિકા ના વોર્ડ નંબર-1 માટે શકીનાબેન પઠાણ, હસીનાબેન જેડા, અબ્દુલ કાદીર એલિયાઝ, રિયાઝ વલીમામદ બાદિ વોર્ડ નંબર-2 માટે ફાતેમાબેન જેડા, નૂરજહાંબેન મોવર અયુબ સિદ્દીક સામતાણી, મુર્તુજા ઉમરભાઈ માલાણી વોર્ડ નંબર-3 માટે નૂરબાનુબેન દાઉદભાઈ ખોળ, હાજરાબેન કરીમભાઇ માણેક, હૈદર અબ્દુલા સામતાણી, જૂણસ સદીક જેડા વોર્ડ નંબર-4, અમીનાબેન મહંમદભાઇ જામ, રહીમાબેન હુસેનભાઇ માણેક, અયુબ કચરાભાઈ મેર, હૈદરભાઈ સલમાન જામ વોર્ડ નંબર-5 લક્ષ્મીબેન ધીરુભાઈ સોલંકી રાધાબેન ભલાભાઈ કોળી, ઝુલ્ફીકાર ઉમરદીન સંઘવાણી રફીક વલીમામદ કટિયા, વોર્ડ નંબર-6 રોશનબેન અલ્લારખા સંઘવાણી, રોશનબેન જેડા,જાનમામદ જેડા, અલમાંમદ જેડાના નામ જાહેર કરવામાં આવ્યા હતા તો માળીયા તાલુકા પંચાયત માટે બગસરા બેઠક ઉપર રૂખીબેન પીપળીયા, ભાવપર બેઠક ઉપર સુસીલાબેન અશોકભાઈ બાવરવા, બોડકી બેઠક ઉપર સરોજબેન કોઠીયા, જુના ઘાટીલા બેઠક ઉપર ભુપતભાઇ ઉપાસરીયા, કાજરડા બેઠક ઉપર સારબાઈ બાબરીયા, ખાખરેચી બેઠક ઉપર જ્યંતિલાલ કૈલા, મેઘપર બેઠક ઉપર સીતાબેન લાવડીયા, મોટા દહીંસરા-1 બેઠક ઉપર રમેશભાઈ રાઠોડ, મોટા દહીંસરા-2 બેઠક ઉપર નિર્મળસિંહ જાડેજા, નાની બરાર બેઠક ઉપર જિજ્ઞેશભાઈ ડાંગર, નવાગામ બેઠક ઉપર કિરણબેન ડાંગર, સરવડ બેઠક ઉપર રંજનબેન વિરમગામા, વાધરવા બેઠક ઉપર રતનબેન પરમાર, વવાણીયા બેઠક ઉપર સંજયભાઈ ભીલ વેજલપર બેઠક ઉપર સવજીભાઈ કારોરીયા વેણાસર બેઠક ઉપર પ્રવીણભાઈ અવાડીયાના નામ જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો