પરીક્ષા:મોરબીમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો એકપણ કેસ નહીં

મોરબી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાંતિપૂર્ણ ચાલતી પરીક્ષાથી કર્મચારીઓ, પરીક્ષા સ્ક્વોડને રાહત
  • ધો.10માં ગણિત, ધો.12માં ઇતિહાસ, આંકડાશાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનના પેપર

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલી રહી છે. મંગળવારે ધોરણ ૧૦ ની પરીક્ષાનું પ્રથમ પ્રશ્ન પત્ર લેવામાં આવ્યા બાદ આજે ગણિત વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ સંસ્કૃત માધ્યમ મળીને કુલ 1069 વિદ્યાર્થી નોંધાયા હતા, જેમાંથી 1066 છાત્રો હાજર રહ્યા હતા જયારે 3 છાત્ર ગેરહાજર રહ્યા હતા.

ધોરણ 10ની પરીક્ષામાં આજે સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં 969 છાત્રો નોંધાયા હતા. જેમાંથી માત્ર 01 છાત્ર ગેર હાજર હયો હતો, જયારે 968 છાત્ર હાજર રહ્યા હતા. આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં 89 છાત્ર નોંધાયા હતા જેમાં પણ માત્ર 01 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. જયારે ગણિતમાં 504 (સંસ્કૃત પ્રથમા) વિષયના પેપરમાં 01 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયા હતા. આમ આજે મોરબી જિલ્લામાં કુલ 1066 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 03 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

તો સવારે ધોરણ ૧૨ વિનયન પ્રવાહનું ઈતિહાસનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં 156 છાત્રો નોંધાયા હતા જે પૈકી 149 છાત્રોએ પરીક્ષા આપી હતી જયારે 7 છાત્ર ગેરહાજર રહ્યા હતા. બપોર બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં 1722 છાત્રો નોંધાયા હતા જેમાંથી 11 છાત્રો ગેર હાજર રહ્યા હતા તો 1711 છાત્રોએ આજે પેપર આપ્યું હતું. ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહનું આંકડા શાસ્ત્રનું પ્રશ્નપત્ર લેવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમના 5141 અને અંગ્રેજી માધ્યમના 171 છાત્રો મળી કુલ 5312 છાત્રો નોંધાયા હતા જે પૈકી 5280 છાત્રોએ પરીક્ષા આપી અને 32 છાત્ર ગેર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...