તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:ટંકારા, માળિયામાં 10 દિવસથી એક પણ કોરોનાનો કેસ નહીં

મોરબી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે જિલ્લામાં માત્ર 4 કેસ નવા નોંધાયા, 3 દર્દી ડિસ્ચાર્જ

મોરબી જિલ્લામાં કોરોના મહામારી છેલ્લા કેટલાય સપ્તાહથી જાણે રામ રામ કરી દીધા હોય તેમ નવા કેસમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે. મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા હાલ સંપૂર્ણપણે કોરોના મુકત થઈ ચૂક્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આ બન્ને તાલુકામાં 10 દિવસ કરતા પણ વધારે સમયથી નવો કેસ નથી આવ્યો ટંકારા તાલુકામાં છેલ્લો કેસ 21 જાન્યુઆરીમાં આવ્યો હતો તો માળીયા મી. માં 24 જાન્યુઆરીએ છેલ્લો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો તો વાંકાનેરમાં પણ 31 જાન્યુઆરી બાદ નવો કેસ સામે આવ્યો નથી.

હાલ મોરબી જિલ્લામાં મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આરોગ્ય બુલેટિન મુજબ મોરબી જિલ્લામાં 4 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમાથી 2 મોરબી શહેર, 1 ગ્રામય વિસ્તારમાં આવ્યા માત્ર એક જ કેસ હળવદ ગ્રામ્યમાં સામે આવ્યો હતો. બીજી તરફ બુધવારે 4 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા હતા. મોરબી જિલ્લામા હાલ એક્ટિવ કેસની સંખ્યા 46 છે જેમાંથી અડધાથી વધુ મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છે.કોરોનાની આજદિન સુધીની સ્થિતિ જોઈએ તો કુલ 1,60,457 દર્દીઓના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી 3324 દર્દી કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા પોઝીટિવ કેસ પૈકી 3066 દર્દી સ્વાસ્થ થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો